You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Shodh Laghunaval
Author : Dhvanil Parekh
લેખક : ધ્વનિલ પારેખ
150.00
મૂળ ગઝલકાર અને નાટ્યલેખક ધ્વનિલ પારેખ એક નવો સાહિત્યપ્રકાર ખેડે છે અને લઘુનવલ પર કલમ અજમાવે છે. સુરતનો એક બિલ્ડર અનેક ઇમારતોનાં નિર્માણ કરી પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચે છે. બધી જ રીતે સુખીસંપન્ન એના પરિવારમાં દીકરીનો જન્મ થતાં સોનામાં સુગંધ ભળે છે. પિતા દીકરીને લાડકોડથી ઉછેરે એ સ્વાભાવિક છે. રાજકુમારીની જેમ ઊછરતી દીકરીને જરૂરિયાત પહેલાં જ લેટેસ્ટ મોબાઇલ અને લક્ઝુરિયસ કાર મળે છે અને યુવાવસ્થામાં તે ઉડાન ભરે છે પોતાની દુનિયામાં. વધુ પડતી છૂટછાટ આપતા પિતાના આ વલણ સામે માતાને વાંધો છે, પરંતુ પોતાના ધંધાના કામ અને પાર્ટીઓમાં વ્યસ્ત રહેતા ઘમંડી પતિ સામે તે લાચાર છે. સફળતાની આ આંધળી દોટમાં બિલ્ડર એની પત્ની અને પુત્રીને પૂરતો સમય નથી આપી શકતો. એક છતની નીચે રહેતાં ત્રણેયની જિંદગી જાણે અલગ અલગ ઓરડાઓમાં વહેંચાઈ ગઈ છે. એવામાં જ સમય પાસું બદલે છે અને દીકરી મુકાય છે એક અણધારી આઘાતજનક પરિસ્થિતિમાં. પરિવારની સુખશાંતિ એક પળમાં વેરવિખેર થઈ જાય છે અને શરૂ થાય છે મૃત્યુની સામે ઝઝૂમતી દીકરીને બચાવી લઈ એક નવજીવનની શોધ. આજના સમયની પારિવારિક સમસ્યાઓ અને આધુનિક જીવનના પડકારોની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ લઘુનવલની વિશેષતા એ છે કે તેનાં ત્રણેય પાત્રો પોતાની વાત માંડે છે. રસાળ પ્રવાહ, સાદી સરળ ભાષા અને ઘટનાઓની રસપ્રદ ગૂંથણી વાચકને એકી બેઠકે લઘુનવલ પૂરી કરવા પ્રેરે છે. વાર્તાને સંક્ષિપ્તમાં કહેવાની આ રીત વાચકોને ઓછા સમયમાં રસતરબોળ કરી મૂકે તો નવાઈ નહીં!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service