You are here: Home > Children-Young Adults > Young Adults > Soneri Nadina Raja ~ The King of the Golden River
Author : John Ruskin
લેખક : જોન રસ્કિન
100.00
1819માં ઈંગ્લેન્ડમાં જન્મેલા જોન રસ્કિન વિખ્યાત સાહિત્યસ્વામી અને ચિંતક હતા અને ગાંધીજીના જીવન પર ઊંડી અસર કરનાર ત્રણ મહાપુરુષો પૈકીના એક હતા. એમના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’થી ગાંધીજી અત્યંત પ્રભાવિત થયા હતા અને એ વાંચીને એમનું જીવન બદલાઈ ગયું હતું.
જોન રસ્કિનનું આ પુસ્તક 1850માં અંગ્રેજીમાં ‘The King of the Golden River’ નામે પહેલી વખત પ્રકાશિત થયું અને જોતજોતામાં એ સમયની વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ કૃતિ તરીકે ચાહના પામ્યું, જેમાં આજ સુધી ઓટ નથી આવી. આ અમર થઇ ગયેલી કિશોરભોગ્ય કૃતિમાં બે લોભિયાભાઈઓની વાર્તા છે, જે લોભ-લાલચ અને સ્વાર્થમાં જીવન વેડફે છે, ગરીબોને પીડે છે અને પવિત્ર વ્યવસાયનું અધઃપતન નોતરે છે. લેખકે વાર્તામાં પવિત્ર જળના પ્રતિક વડે જીવન કઈ રીતે જીવવું જોઈએ તે ચમત્કૃતિભર્યા અદ્દભુત પ્રસંગો દ્વારા સમજાવ્યું છે. વાર્તા જે સંદેશ આપી જાય છે એ જ તેની પ્રચંડ લોકચાહનાનું કારણ છે. પુસ્તકનો ગુજરાતી અનુવાદ અત્યંત રસાળ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service