You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > Tenaliramna Adbhut Kissao
Author : Darshali Soni
લેખક : દર્શાલી સોની
113.00
125.00 10% off
માત્ર બાળકો જ નહી, વાર્તાઓ તો અબાલવૃદ્ધ સહુ કોઈને ગમે છે. એમાં પણ ભારત તો વાર્તાઓનું પિયર છે! પ્રાચીન ભારતીય કથાસાહિત્ય એટલું વિશાળ છે કે તેનું સાંગોપાંગ અધ્યયન કરવા માટે એક આયખું ઓછું પડે. એ જ રીતે આ પુસ્તક પણ માત્ર બાળકો માટે નથી. જેનામાં બાળક જીવંત છે તેવા તમામ માણી શકે એવી, રમુજ સાથે બોધ આપતી મસ્ત કથાઓનો આ રસથાળ છે. કથાઓની રજૂઆત અને ભાષા પણ તમામ ઉંમરના વાચકો માણી શકે એવા છે. ~~~~~~~~~~~~~ તેનાલીરામનો જન્મ હાલના આંધ્રપ્રદેશના ગુન્ટૂર જિલ્લાના તેનાલી નામના ગામમાં થયો હતો. તેનાલીરામ એક સારા કવિ પણ હતા અને `વિકટ કવિ'ના ઉપનામથી જાણીતા હતા. તેનાલીરામને વિધિવત્ રીતે શિક્ષણ પ્રાપ્ત થયું નહોતું. તેનાલીરામ આજીવિકા માટે 'ભાગવત્ મેળા મંડળ' સાથે જોડાયા. આ મંડળ ગામેગામ ફરી ભાગવતના પ્રસંગો પર કાર્યક્રમો આપતું. એક દિવસ આ મંડળ મહારાજ કૃષ્ણદેવરાયના દરબારમાં પહોચ્યું અને ત્યાં એક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેનાલીરામના પ્રદર્શનથી રાજા કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રભાવિત થયા અને રાજાએ તેનાલીરામને પોતાના દરબારમાં આઠમાં રત્ન તરીકે સામેલ કરી લીધા. આમ તો તેનાલીરામને હાસ્ય કવિ તરીકે રાજદરબારમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ પોતાના ચાતુર્યના કારણે તેનાલીરામ ટૂંક સમયમાં જ રાજાના વિશ્વાસુ સલાહકાર બની ગયા. મહારાજ કૃષ્ણદેવરાય ઇ.સ. 1509 થી 1529 સુધી વિજયનગરની રાજગાદી પર બિરાજમાન હતા. આ સમય દરમિયાન તેનાલીરામે એમના દરબારમાં હાસ્ય કવિ અને મંત્રીની ભૂમિકા ભજવી. તેનાલીરામ રાજાના સલાહકાર ઉપરાંત એમના શ્રેષ્ઠ મિત્ર પણ હતા. ઈ.સ. 1529માં રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેનાલીરામે રાજદરબાર છોડી દીધો અને પોતાના વતન તેનાલીમાં જઈને વસ્યા. થોડા વર્ષો બાદ ત્યાં જ સર્પદંશથી તેમનું મૃત્યુ થયું.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service