You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Selfless Leader ~ Leaders Eat Last
Author : Simon Sinek
લેખક : સાયમન સિનેક
359.00
399.00 10% off
ખાસ નોંધ : આ પુસ્તક અગાઉ ''''લીડરશીપની પાઠશાળા'''' નામે પ્રગટ થયું હતું. નવી આવૃત્તિમાં માત્ર પુસ્તકનું નામ બદલાયું છે, અંદરનું કન્ટેન્ટ એ જ છે.
***
મૂળ અંગ્રેજી પુસ્તક ‘Leaders Eat Last’ જગવિખ્યાત છે અને લીડરશીપ પર લખાયેલા ઉત્તમ પુસ્તકોમાં સ્થાન પામે છે. અમેરિકાના અગ્રગણ્ય અખબાર ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’નાં બેસ્ટસેલર પુસ્તકોમાં આ પુસ્તક લાંબો સમય રહ્યું હતું. સફળ લીડર એ જ છે જેનો પડ્યો બોલ એના સાથીદારો ઝીલે. એક સફળ લીડરમાં એવા ક્યાં ગુણો હોવા જરુરી છે, જેથી તેની ટીમ હંમેશા તેને અનુસરે અને તેનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરે તે આ પુસ્તકમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં સારું નેતૃત્વ જ સફળતા પાછળની મુખ્ય ચાવી છે. કોઈ પણ સંસ્થા, રમત, કોર્પોરેટ કે વ્યવસાય માટે લીડર સબળ હોવો અત્યંત જરૂરી છે. લીડરશીપ જ નબળી હોય તો સફળતા હાથ નથી લાગતી. એક સારો લીડર હંમેશા બીજાઓને વધુ સારું કાર્ય કરવા, વધુ શીખવા અને ઊંચા સપનાં જોવા પ્રેરિત કરે છે.
લેખકે લીડરશીપના મહત્વને સમજાવવા માટે અમેરિકાના નૌકાદળના ઉદાહરણનો આધાર લીધો છે. તેમાં ભોજન સમયે જુનિયર્સને સૌથી પહેલાં પીરસવામાં આવે છે અને સિનિયર્સ છેલ્લે ભોજન લે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service