You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Vishva Manav *
Author : Jitesh Donga
લેખક : જીતેશ દોંગા
359.00
399.00 10% off
અતિપ્રભાવશાળી એવા યુવા સર્જક જીતેશ દોંગાની આ લોકપ્રિય નવલકથાની પહેલી આવૃત્તિ 2014માં થઈ એ પછી વાચકો અને સાહિત્યિક વિદ્વાનોની વ્યાપકપણે પ્રશંસા પામી ચૂકી છે. પુસ્તકની નવી આવૃત્તિ હવે તદ્દન નવાં રૂપરંગે ઉપલબ્ધ છે.
જગતનો સૌથી લાચાર-ગરીબ-અબૂધ-અને ભૂખ્યો-તરસ્યો માણસ જોયો છે? તેની જીંદગી જીવી છે? જીવવી છે? એક ગાંડા બાળકના જીવનને જીવવું છે? આવો જીવીએ ‘વિશ્વમાનવ’ને...
આ વાર્તા ચાર સત્ય ઘટનાઓથી પ્રેરણા લઈને રચાયેલી એક જીવનગાથા છે. પોતાનામાં એક અનોખું વિશ્વ છે. આ વાર્તા એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઈ ગયું છે. તમે તેને રોજે જોઈ રહ્યા છો. સુખ-દુઃખ-પીડા-અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર કરતી આ મહાગાથા વાચકને આંખો આપે છે. જીવનને થોડી અલગ નજરથી જોવાનો એક લ્હાવો મળે છે.પાત્રોની જિંદગીઓને જોઇને એક શીખ-હિંમત-અને ખૂમારી મળે છે. અને સૌથી મહત્વની વાત આ વાર્તા તમને માનવ મટીને વિશ્વમાનવ બનાવે છે.
આ નવલકથામાં ચાર પ્રકરણ છે. દરેક પ્રકરણ અલગ-અલગ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. લેખકે પુસ્તકના અંતે વાચકોને વાર્તા કઈ રીતે રચાઈતેની વાત કરેલી છે. વાર્તા વાચીને એ ઘટનાઓ જાણશો તો ખુબ મજા પડશે. એક જ પાત્રની આ અભૂતપૂર્વ સફર દરેકે જીવવી રહી. દરેક પ્રકરણમાં મુખ્યપાત્રની ગહનતા, જિંદગી જીવવાની રીત, અને જગતને જોવાની નજર આપ વાચક પણ અનુભૂતિ કરી શકશો.
કથા અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service