Buy Online Gujarati Books - Bookpratha Bookstore| About Us
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

World's Largest Online Gujarati Book store

About bookpratha

પ્રિય વાચક,

ગુજરાતી પુસ્તકોનાં સૌથી વિશાળ અને સુવ્યવસ્થિત ઓનલાઈન બુક-સ્ટોરમાં આપનું સ્વાગત છે!

  • જહેમતપૂર્વક તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટ બનાવતી વખતે વાચકોની નાનામાં નાની જરૂરિયાતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
  • વાચક અહીં પુસ્તકોને અનેક જુદી જુદી રીતે વર્ગીકૃત (filter) કરી શકે છે. તમામ પુસ્તકોને તેના મુખ્ય વિષયો તેમ જ પેટા વિષયોમાં વહેંચવામાં આવ્યાં છે, જેથી વાચક બહુ સરળતાથી, હજારો પુસ્તકોમાંથી પોતાના રસનાં પુસ્તકો શોધી શકે. પુસ્તકોને તેના લેખકો, અનુવાદકો, કિંમત, પ્રકાશનની સાલ, બાઈન્ડીંગ મુજબ વર્ગીકૃત કરી શકાય છે. પુસ્તકોને આલ્ફાબેટીક ક્રમમાં જોઈ શકાય છે, તેમ જ છેલ્લાં પ્રકાશિત થયેલાં નવાં પુસ્તકો તે ક્રમમાં જોઈ શકાય છે. અનુવાદકોની સૂચિ પરથી જે તે વિષયોમાં અનુવાદ થયેલાં પુસ્તકો શોધી શકાય છે. જે પુસ્તકોનું પુનઃમુદ્રણ (reprint) થયું હોય એ પુસ્તકોની પ્રથમ આવૃતિની સાલ અને સંપાદિત થયેલાં પુસ્તકોનાં સંપાદકોનાં નામ શક્ય બન્યું ત્યાં દર્શાવ્યાં છે. પુસ્તકનો ટૂંકો પરિચય પણ શક્ય બન્યું ત્યાં આપ્યો છે. પુસ્તકો, લેખકો, અનુવાદકો, અને વિષયોનાં નામ ગુજરાતી લિપિમાં પણ આપ્યાં છે.
  • તમામ લેખકો (All Authors)ની સંપૂર્ણ સૂચિ આલ્ફાબેટીક ક્રમમાં આપેલી છે, જેમાં કોઈ પણ લેખકનાં નામ પર ક્લિક કરવાથી લેખકનો પોતાનો અલાયદો વિભાગ ખુલી જશે અને તેમનાં પુસ્તકો વિષય અનુસાર જોઈ શકાશે, અને ઉપર વર્ણવેલી તમામ રીતે વર્ગીકૃત (fliter) પણ કરી શકાશે. આવી જ સગવડ તમામ અનુવાદકો (All Translators) માટે પણ છે.
  • વેબસાઈટ પર થતાં પુસ્તકોનાં વેચાણને આધારે  '50 Best Selling Authors' ~ જે તે સમયે સૌથી વધુ વંચાતા ટોચના ૫૦ લેખકોની યાદી ક્રમાનુસાર આપવામાં આવી છે.
  • વધુ સુગમતા માટે હોમ-પેજ પર પાંચ વિભાગો આપવામાં આવ્યાં છે : નવાં પુસ્તકો (New Releases), ડિસ્કાઉન્ટ સાથેનાં પુસ્તકો (Special Offers), લોકપ્રિય બેસ્ટ-સેલર પુસ્તકો (Best Sellers), તાજેતરમાં વેચાયેલાં પુસ્તકો (Recently Sold),  અને તમામ અનુવાદિત પુસ્તકો (All Translations).   
  • New Releases વિભાગમાં છેલ્લાં એકસો દિવસો દરમિયાન નવાં પ્રગટ થયેલાં કે પુનઃમુદ્રણ પામેલાં પુસ્તકો જોઈ શકાશે. Special Offers વિભાગમાં જે પુસ્તકો પર વળતર છે તે તમામ વિષયવાર જોઈ શકાશે. Best Sellers વિભાગમાં અમારા અનુભવને આધારે, જેની સતત માંગ રહેતી હોય તે પુસ્તકોનો સમાવેશ કર્યો છે. Recently Sold વિભાગમાં તાજેતરમાં વેબસાઈટ પરથી ખરીદાયેલાં પુસ્તકો જોઈ શકાશે. All Translations વિભાગમાં અન્ય ભાષાઓમાંથી અનુવાદ થયેલાં તમામ પુસ્તકો વિષયવાર જોઈ શકાય છે. 
  • ફૂટર પર We Recommend  લિંક આપેલી છે, જેમાં અમારી સમજ મુજબ, અમે જેને ઉત્કૃષ્ટ પુસ્તકો ગણીએ છીએ, તે પુસ્તકોની ભલામણ કરી છે. 
  • 'BOOKPRATHA' ની એનરોઈડ એપ ડાઉનલોડ કરીને મોબાઈલ પર ખરીદી કરી શકાય છે. નવાં પુસ્તકો અંગેના નોટીફિકેશન એપ દ્વારા મોકલવામાં આવે છે.
  • ભારતના ગ્રાહકોને તમામ પ્રિ-પેઈડ ઓર્ડર ઝડપી કુરિયર દ્વારા મોકલવામાં આવે છે*. 'કેશ ઓન ડિલીવરી'ની સુવિધા પ્રાપ્ય છે, જે વી.પી.પી. પોસ્ટલ સર્વિસ દ્વારા મોકલવામાં આવે છે.                 

આવી વિવિધ વિશેષતાઓ ધરાવતી આ વેબસાઈટમાં નવાં પુસ્તકો સતત ઉમેરાતાં રહે છે, તેમ જ સમયાંતરે વધુ ને વધુ સગવડો, વિશેષતાઓ ઉમેરાતા જશે. 

અલબત્ત, અમારા પ્રયત્નો છતાં તેમાં ઊણપો રહી ગઈ હશે. કોઈ પણ પ્રકારનો માહિતીદોષ કે ખામી નજરે ચડે તે અમને જણાવશો તો આભારી થઈશું. આપનાં સૂચનો હંમેશા આવકાર્ય છે.

સદ્દ્ભાવપૂર્વક,

બુકપ્રથા

નોંધ:

આ વેબસાઈટના સ્થાપક નીરજ મેઘાણી ૧૯૯૫થી પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પિતાજી જયંત મેઘાણીએ ૧૯૭૨માં ભાવનગરમાં સ્થાપેલી બુક-શોપ 'પ્રસાર'નું નામ ગુજરાતના પુસ્તકરસિયાઓ માટે અજાણ્યું નથી. સ્થાનિક વાચકો ઉપરાંત, દેશ વિદેશના પ્રતિષ્ઠિત ગ્રંથાલયો, સંસ્થાઓને પુસ્તકો પૂરાં પાડવાની કામગીરી પ્રસારે બજાવેલી છે. અમારી વેબસાઈટ www.bookpratha.com થકી આ યાત્રા આગળ ધપી રહી છે.

Dear Reader,

Welcome to the largest and the most organised online Gujarati Bookstore!

Here, customer can filter books and browse in many ways. All books are organised under various categories and sub categories. One can filter the books according to authors, translators, price, year of publication and binding. Books can be filtered in alphabetic order, and one can filter translated books too. The year of the first edition of reprints and Editor's names in case of edited books, are provided, where possible.

On the home page, you will find five separate sections: New Releases, Special Offers, Best Sellers, Recently Sold and All Translations. 

We hope that all such functions of this website will make your browsing experience effortless and friendly.

We believe, this website www.bookpratha.com will soon become favourite amongst Gujarati Book-lovers across the world. We will constantly strive to improve and your suggestions are always welcome.

Sincerely,

BOOKPRATHA

Note:

Niraj Meghani, the founder of this website, has been in Book-trade since 1995. He has worked in his family-run Bookstore 'PRASAR', established in 1972, at Bhavnagar by his father Jayant Meghani. 'PRASAR' is a well known name amongst the Book-lovers in Gujarat, and has widely provided dependable selections to Libraries, Institutions and individuals around the world.