You are here: Home > Edited Works > Avismaraniya Vol.7
લેખક : કુન્દનિકા કાપડિયા (સંપાદક)
Author : Kundanika Kapadia (Editor)
300.00
૧૯૬૨માં 'નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)'નો આરંભ થયો હતો જેનું સંપાદનકાર્ય શ્રી કુન્દનિકા કાપડિયા સંભાળતા. દેશવિદેશની અનેક ભાષાઓમાંથી ચૂંટેલી અને અપાર વિષયવૈવિધ્ય ધરાવતી સામગ્રી તેમાં પ્રગટ થતી. નવલિકા-નવલકથા, સત્યકથા, કાવ્યો, નિબંધો, જીવનચરિત્રો-આત્મકથાઓ, સાહસ, પ્રવાસ, પ્રકૃતિ, ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ, વિજ્ઞાન જેવાં વિવિધ વિષયો તેમાં આવરી લેવાતા અને દરેક અંકમાં કોઈ વિખ્યાત પુસ્તકનો સંક્ષેપ આપવામાં આવતો. 'નવનીત'ના કુલ ૨૨૮ અંકો બહાર પડેલા. તેમાંથી પણ કાળજીપૂર્વક ચૂંટેલી સામગ્રીની પુસ્તક-શ્રેણી એટલે 'અવિસ્મરણીય'. સમગ્ર શ્રેણીમાં ઘણું ખરું વિશ્વસાહિત્યના વિવિધ વિષયોનાં જાણીતાં પુસ્તકોના સંક્ષેપ આપવામાં આવ્યા છે. નામ મુજબ ખરેખર 'અવિસ્મરણીય' કહી શકાય એવાં મૂલ્યવાન પુસ્તકોમાંનું એક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders