You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Dear Agraja
જીવનના એક તબક્કે ‘બહેન’ શબ્દ માતાનો પર્યાયવાચી બની જાય છે. આયખાનો ખાલીપો, ઝુરાપો અને આંતરવેદના વહેંચવા માટે જ્યારે બહેન હાજર હોય, ત્યારે પરમ શક્તિ પરમેશ્વર આપણાં ઉપર મહેરબાન છે એવું માની લેવું જોઈએ! બાળપણમાં જેને હેરાન કર્યા વગર ભોજન ગળે ન ઉતરે તેવી સખી, જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવનારી લાગણીશીલ બહેન, ખભે માથું રાખીને હૈયાફાટ રડી શકાય એવી શ્રેષ્ઠ મિત્ર અને મમતાના વ્હાલસોયા સ્પર્શ થકી અનેક સમસ્યાઓને ચપટી વગાડતાંમાં ઉકેલી શકનાર વિશ્વની તમામ બહેનોને આ પુસ્તક અર્પણ છે.
‘DEAR અગ્રજા‘ પુસ્તક મારી કેટલીક અંગત અને અવ્યક્ત લાગણીઓનો ચિતાર છે. કેટલાક કિસ્સાઓ મારા પોતાના છે, તો કેટલાક સમાજમાંથી સાંભળવા મળેલી ઘટનાઓમાંથી અલગ તારવવામાં આવ્યા છે. પત્રો ભલે બહેનને સંબોધીને લખવામાં આવ્યા હોય, પરંતુ એનું વિષયવસ્તુ આપણી આસપાસ શ્વસતી જીવસૃષ્ટિના પ્રત્યેક મનુષ્યો સાથે વિશેષ સંબંધ ધરાવે છે.
સમય અને સંજોગો સાથે ઉઠેલાં આંતરિક વાવાઝોડાંને ટાળવા માટે મેં જ્યારે કલમનો આશરો લીધો, ત્યારે આ પત્રો લખાયા હતાં. ઘણાં પત્રો મારા હર્ષાશ્રુ, હ્રદયદ્રાવક ક્રંદન અને મૂક ટીસોના સાક્ષી છે. કેટલાક પાનાં ઉપર તો મારા સૂકાયેલાં આંસુના લિસોટાં તમને દેખાય, તો પણ નવાઈ નહીં!
- પરખ ભટ્ટ
In Gujarat on orders over 299/-