You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Amor Mio
Author : Nimitt Oza (Dr)
લેખક : નિમિત્ત ઓઝા (ડો)
202.00
225.00 10% off
એમોર મીઓ એક ઇટાલીયન શબ્દ છે. ભાષાંતરની દ્રષ્ટીએ તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ માટે. પ્રેમીઓ થકી, પ્રેમીઓ વિશે અને પ્રેમીઓ માટે, એક પ્રેમી દ્વારા લખાયેલું આ પ્રેમનું પુસ્તક છે. આમાં વિશ્વ-સાહિત્યની અમર પ્રેમકથાઓ છે. કથામાં રહેલા પ્રેમ-પત્રો અને પત્રોમાં રહેલી પ્રેમ-કથાઓ છે. આમાં સાહિત્ય છે, પ્રેમ છે, જનુન છે, કવિતા છે અને જિંદગી છે. આ પુસ્તકમાં એવા મહાન સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો અને વૈજ્ઞાનિકોની સત્ય-કથાઓ છે જેમણે સાન, ભાન અને માન ભૂલીને પ્રેમ કર્યો. પોતાનું અસ્તિત્વ ગુમાવી અને ભૂલાવીને તેઓ પ્રિયજનને ચાહતા રહ્યા. આ એવા પ્રેમીઓની વાત છે જેમણે ફક્ત પ્રેમ નથી કર્યો, પ્રેમની નીડર અભિવ્યક્તિ પણ કરી છે. ભવિષ્યની અસલામતી, દુનિયાના ડર કે સમાજના અભિપ્રાયોની પરવા કર્યા વગર છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના પ્રેમને જીવતો રાખ્યો. ધારદાર, શાનદાર અને યાદગાર સાહિત્ય-સર્જન કર્યું. એવું સાહિત્ય-સર્જન જેણે વિશ્વને એક અલગ જ અનુભૂતિ કરાવી. જેણે જગતના વિચારો અને વિચારધારા બદલી નાખી. આ એવા પ્રેમીઓની વાત છે જેમણે પ્રેમ અને ચાહતની ક્રાંતિનો પવન ફૂંક્યો. આ પ્રેમીઓ સાથે સંકળાયેલી દરેક વસ્તુ ઈતિહાસના પાનાંઓમાં અમર થઈ ગઈ. તેમની વાર્તાઓ, પત્રો, પ્રેમ અને પુસ્તકો. આ સાહિત્યકારો એ વાતની પુષ્ટિ કરે છે કે શ્રેષ્ઠ સાહિત્ય-સર્જનના નિર્માણ પાછળ બે મુખ્ય અવસ્થાઓ રહેલી હોય છે. સર્જક પ્રેમમાં હોય ત્યારે અથવા તો હાર્ટ-બ્રેક વખતે. જ્યાં સુધી ભીતર કશું જોડાતું કે તૂટતું નથી, ત્યાં સુધી કશું જ સર્જાતું નથી. આમ તો પ્રેમમાં પડવા માટેનું નિમંત્રણ કે આહવાન ન હોય પરંતુ આ પુસ્તક તમને પ્રેમમાં પડવા માટે મજબૂર કરી દેશે. આપણી અંદર દાટીને રાખેલી કેટલીય અધકચરી અને અધૂરી ચાહતને સજીવન કરવા માટેનો પ્રયત્ન એટલે આ પુસ્તક. આ પ્રેમનું પાવરહાઉસ છે. આ પુસ્તકમાં રહેલી કથાઓ, પત્રો, પ્રસંગો અને પ્રેમીઓ આપણને છેલ્લા શ્વાસ સુધી આપણા પ્રિયજનને ચાહતા રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. સામેથી મળતા પ્રતિસાદ અને પ્રતિભાવની પરવા કર્યા વગર આપણી અંદર રહેલો પ્રેમનો અખૂટ જથ્થો અવિરતપણે વહેતો રહે, એ જ આ પુસ્તકનો પ્રયાસ છે. પ્રેમ કોઈ ડેસ્ટીનેશન કે મંજિલ નથી, પ્રેમ એક પ્રવાસ છે. એક એવી મુસાફરી, જેમાં ચાલવાનો નહીં પણ અટકી જવાનો થાક લાગે. કેટલાક લોકો સંઘર્ષથી થાકીને બેસી જાય છે, તો કેટલાક બેસી જવાથી થાકી જાય છે. આ પુસ્તક એ દરેક વ્યક્તિને તમે ભેંટ આપી શકો છો, જેને તમે પ્રેમ કરો છો. (Including yourself).
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service