You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Bharatna Bhagalani Bhitarma
Author : Kishor Makwana
લેખક : કિશોર મકવાણા
450.00
500.00 10% off
15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો, પણ એ પહેલા 14 ઓગસ્ટે દેશના ફાડિયા કરવામાં આવ્યા, દેશની ભૂજાઓ કાપી નાખવામાં આવી, અને ભારત માટે નફરતથી ભરપૂર પાકિસ્તાન નામે મુલ્ક પેદા થયો. સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ તો જાણીતો છે, પણ ભાગલાને કારણે પ્રજાના એક મોટા વર્ગે જે યાતનો ભોગવી હતી તેની ભયાનકતા વિશે ઓછા લોકો માહિતગાર છે.
આખરે એવું તે શું બન્યું કે દેશના ભાગલા કરવા પડ્યા? શું ભાગલા સ્વીકારવા સિવાય કોઈ જ રસ્તો નહોતો? લાખો લોકોની કતલ કરવામાં આવી, હજારો બહેનો-બેટીઓને ઉપાડી જઈ એમના શીલભંગ કરવામાં આવ્યાં, નાના-નાના ભૂલકાને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા. પુસ્તકમાં માત્ર આ દર્દભરી કથાઓનું જ આલેખન માત્ર નથી - ધર્મના આધારે વિભાજનની માંગ, તે પાછળના કાવાદાવા, પ્રપંચો, બ્લેક મેઈલિંગ, દાદાગીરી - આ તમામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સ્વતંત્રતા આંદોલન સાથે વિભાજનની વિભીષિકાની આ બર્બર-ભયાનક કથા જાણવી પણ એટલી જ જરૂરી છે, અને એ જ આ પુસ્તકનો હેતુ છે. જહેમતપૂર્વકનું સંશોધન કરીને લખાયેલાં આ દળદાર અને ઐતિહાસિક પુસ્તક માટે અન્ય જાણીતા અધિકૃત ગ્રંથોનો આધાર પણ લેવાયો છે. પુસ્તક કુલ 118 પ્રકરણોમાં ફેલાયેલું છે અને કેટલીય ઐતિહાસિક તસવીરોનો સમાવેશ થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service