You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Chhapara Par Pankho
Author : Badal Panchal
લેખક : બાદલ પંચાલ
180.00
200.00 10% off
મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ. ટ્રાફિક જામમાં અટકતા વાહનો. ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત્ બની ગયું છે. અને આ જ યંત્રવત જીવનની વચ્ચે યુવા વાર્તાકાર બાદલ પંચાલને દેખાય છે જિંદગીની વ્યથાઓ, પીડાઓ, સપના અને આંસુઓ. આ તમામ ભાવોને પોતાની કલમમાં સમેટી એને ટૂંકીવાર્તાનું સ્વરૂપ આપી રજૂ કરે છે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘છાપરા પર પાંખો’.
આ વાર્તાઓમાં ક્યાંક પોતાની માને ગુમાવી એકલી પડેલી મંજુ ખોફનાક જિંદગીથી ભાગી છૂટવા પાંખો વીંઝે છે, તો ક્યાંક નોકરી ગુમાવી ચૂકેલો મંદાર ઘરે રહેવાને બદલે લોકલ ટ્રેનમાં આશાનું ટીફીન લઈ સફર કરતો રહે છે. રોજિંદા અવાજો વચ્ચે ઘેરાયેલી યંત્રવત જીવન જીવતી એક ગૃહિણી ઘૂઘવતા દરિયા કિનારે જઈ રાહતનો શ્વાસ ભરે છે. ડાયાલિસિસ બેડ પરથી પોતાના મૃત્યુની રાહ જોતા સવિતાબેન પોતાની દીકરીને પરણાવાનો અભરખો મરવા નથી દેતા. આ વાર્તાઓમાં લેખકની કલ્પનાશક્તિ તથા અવલોકનશક્તિનાં સમન્વયથી પ્રગટે છે દ્રશ્યો અને અવાજોની એક અનોખી દુનિયા જે લેખકની આગવી શૈલી તરફ ઈશારો કરે છે. શહેરી જીવનની સમસ્યાઓમાં સપડાયેલ છતાં જીવવાની આશાને અમર રાખી જીંદગી સાથે ઘરોબો કેળવતાં પાત્રો દરેક વાર્તાને ચોટદાર બનાવે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service