You are here: Home > Health & Fitness > Diseases & Cure > Corona Vishanu
Author : Rajesh Parikh (Dr)
લેખક : રાજેશ પરીખ (ડૉ.)
300.00
એક વિદ્વાન ડોકટરે લખેલું આ પુસ્તક, કોરોના રોગચાળા વિશે અત્યાર સુધી ગુજરાતીમાં પ્રગટ થયેલું સૌથી આધારભૂત પુસ્તક છે. કોરોનાના ઉદ્દભવ પછીનો આ ગોઝારો કાળખંડ ભાવિ પેઢીઓ માટે તો ઇતિહાસ હશે અને એમને પણ ઘણું શીખવી જશે.
કોરોનાનો ઉદ્દભવ ચીનમાં થયો ત્યારથી એનો પૂરો ઇતિહાસ પુસ્તકમાં આલેખાયો છે. શરૂથી જ આ રોગચાળાને જાણે કે અજાણે છુપાવવાના પ્રયત્નો થયા, વિવિધ દેશોની સરકારો અને પ્રજાઓ સમયસર ચેતી નહિ અને બેદરકારીને કારણે કેવા દુષ્પરિણામો ભોગવ્યા એનું આલેખન છે. કોરોના વાઇરસની વૈજ્ઞાનિક સમજ અહીં આપવામાં આવી છે. તેની આરોગ્ય, માનવજીવન અને પર્યાવરણ પરની અસરો, તેનાથી બચવાના ઉપાયો, ભવિષ્યની જીવનશૈલી પર તેની અસરો, વિશ્વની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર અસરો વગેરે પરનો આ એક વિસ્તૃત અભ્યાસ છે.
પુસ્તક લખનાર ડો. રાજેશ પરીખ મુંબઈની જસલોક હોસ્પિટલના ન્યુરોસાઈકિયાટ્રિસ્ટ છે. તેમના ક્ષેત્ર ઉપરાંત બીજી અનેક વિદ્યાશાખાઓના પણ જાણકાર છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service