You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   True Accounts   >   Jindagi Mate Jung ~ Miracle in the Andes

  • Jindagi Mate Jung ~ Miracle in the Andes

    Click image to zoom

Jindagi Mate Jung ~ Miracle in the Andes

Author : Nando Parrado

જિંદગી માટે જંગ

લેખક : નેન્ડો પેરાડો

 315.00    
 350.00   10%

  Add to Cart

About this Book: Jindagi Mate Jung ~ Miracle in the Andes (જિંદગી માટે જંગ )


જગતના ઇતિહાસમાં કેટલીક સત્યઘટનાઓ હંમેશ માટે અવિસ્મરણીય બની ગઈ છે. આ એક એવી જ વિશ્વવિખ્યાત અને અસાધારણ સત્ય-સાહસકથા છે.

13 ઓક્ટોબર 1972ના દિવસે દક્ષિણ અમેરિકાના ઉરૂગ્વે દેશની રગ્બીટીમ એક ટુર્નામેન્ટ રમવા માટે પ્લેનમાં ચિલી જઈ રહી હતી. એમનું પ્લેન એન્ડીઝની પર્વતમાળા ઓળંગતી વખતે બર્ફીલા પહાડો પર તૂટી પડ્યું. કેટલાક મુસાફરો ત્યાંજ મૃત્યુને ભેટ્યા, અને એ સમયે જે લોકો બચી શક્યા, એમનો મૃત્યુ સામેનો ખોફનાક જંગ શરુ થયો. 11,000 ફૂટની ઉંચાઈએ, દુર્ગમ અને ખતરનાક પહાડોમાં, -35 ડિગ્રી જેવી હાડ ગાળી નાખતી ઠંડીમાં, એમની પાસે નહોતું ભોજન કે નહોતી કોઈ મદદની આશા. માત્ર મૃત્યુની રાહ જોવાની હતી. મોતને પાછું ઠેલવા માટે, વિચારીને પણ કમકમાટી છૂટે એવું કામ એમણે કરવું પડ્યું : એમણે પોતાના મૃત સાથીઓનાં શબનું માંસ ખાઈને દિવસો પસાર કરવાનું શરુ કર્યું. દરમિયાન, બરફનાં તોફાન અને વિષમ વાતાવરણે અન્ય કેટલાક સાથીઓનો ભોગ લીધો. આશરે બે મહિના સુધી પહાડોમાં નરકની યાતના ભોગવ્યા પછી, રગ્બી ટીમના એક સભ્ય અને આ પુસ્તકના લેખક નેન્ડો પેરાડો અને એના સાથીદાર રોબર્ટોએ મદદ મેળવવા માટે અશક્ય લાગે એવી મુસાફરી શરુ કરી. સતત દસ દિવસ દુર્ગમ પહાડોમાં, મોતને મુઠ્ઠીમાં લઈને, ભટકીને, આરોહણ કરીને, છેવટે પ્લેન ક્રેશ થયાના 72મા દિવસે એમને મદદ મળી. આ બંને નરબંકાઓ એમના બાકીના સાથીદારોને પણ બચાવવામાં સફળ રહ્યા. પ્લેન પર સવાર 45 મુસાફરોમાંથી છેવટે 16 નસીબદાર માનવીઓ નવજીવન પામ્યા. રગ્બી ટીમના ખેલાડીઓની એક અપ્રિતમ સાહસની, અને માની ન શકાય એવા ચમત્કારની આ કથા દાયકાઓથી દુનિયાભરમાં વંચાતી આવી છે.

મનુષ્યની તીવ્ર જિજીવિષા અને આખરી શ્વાસ સુધી લડવાનું જોમ મૃત્યુને પરાસ્ત કરી શકે છે. જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા લોકોને પ્રેરણા આપતી આ સર્વકાલીન મહાન સત્યકથા પરથી અનેક ફિલ્મો અને ટીવી ડોક્યુમેન્ટરીઓ પણ બની છે. પુસ્તકમાં ઐતિહાસિક તસ્વીરો છે, જેમાં પ્લેનના બચી ગયેલા પ્રવાસીઓએ લીધેલી તસ્વીરો પણ સામેલ છે.



Details


Title:Jindagi Mate Jung ~ Miracle in the Andes

Translator: Dilip Gohil

Publication Year: 2022

ISBN:9789394502307

Pages:290

Binding:Paperback

Language:Gujarati

Sub Category: True Accounts


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The Man Eating Leopard of Rudraprayag

The Man Eating Leopard of Rudraprayag

Jim Corbett     225.00
BuyDetails

The Man Eating Leopard of Rudraprayag

202.00    225.00
Man Eaters of Kumau

Man Eaters of Kumau

Jim Corbett     270.00
BuyDetails

Man Eaters of Kumau

243.00    270.00
Jungle Ni Safare ~ Omnibus 2

Jungle Ni Safare ~ Omnibus 2

Jim Corbett     325.00
BuyDetails

Jungle Ni Safare ~ Omnibus 2

292.00    325.00
Laden Vadh

Laden Vadh

Yogesh Cholera     395.00
BuyDetails

Laden Vadh

336.00    395.00