You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Jungle No Raja Krantivir Birsa Munda
Author : Kishor Makwana
લેખક : કિશોર મકવાણા
112.00
125.00 10% off
ભારતીય ઇતિહાસનું અમર શહીદપાત્ર એટલે બિરસા મુંડા. જંગલમાં રહી અંગ્રેજ સલ્તનત અને વિદેશી ઈસાઈ મિશનરી સામે રણશિંગુ ફૂંકનાર ક્રાંતિવીર એટલે બિરસા મુંડા.
9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.
બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો: એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે અને બીજો, અંગ્રેજ સલ્તનતથી પોતાની ધરતી મુક્ત કરાવવા. આ બંને મોરચે લડવા માટે બિરસાએ જંગલમાં ‘ઉલગુલાન’ આદર્યો હતો. ‘ઉલગુલાન’ એટલે ક્રાંતિનું દેશી નામ. બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા. આજે પણ ઝારખંડના વનવાસી વિસ્તારમાં બિરસા ભગવાન તરીકે પૂજાય છે અને એમનાં નામે લોકગીતો પણ ગવાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service