You are here: Home > Interviews, Letters, Lectures > Mahendra Meghani
Author : Urvish Kothari
લેખક : ઉર્વીશ કોઠારી
99.00
110.00 10%
99 વરસના જીવનકાળ દરમિયાન મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીએ જે જે ભગીરથ કાર્યો કર્યા એની યાદી તો ઘણી લાંબી થાય એમ છે. ગુજરાતીઓની ઓળખ વેપારીપ્રજા તરીકે ખરી પણ મહેન્દ્રભાઈના ભગીરથ પુરુષાર્થે હજારો ગુજરાતીઓને પુસ્તકોની આ આગવી દુનિયા તરફ ખેંચ્યા. એક અર્થમાં એમણે ગુજરાતને વાંચતું કર્યું. મહેન્દ્રભાઈએ ગુજરાતના અનેક કુટુંબો વચ્ચે જઈને ઉત્તમ સાહિત્યનુ વાંચન કર્યું. નહીં નફો, નહીં નુકસાનના ધોરણે, જીવનનું ભાથું કહેવાય એવાં કેટલાંય ઉત્તમ પુસ્તકો-સંપાદનો આપ્યાં. ગુજરાતી સાહિત્યને અનેક ઉત્તમ સર્જકો મળ્યા છે. મહેન્દ્રભાઈ સાહિત્યકાર તો નહોતા પણ સાહિત્યના પ્રસાર અને સમાજનાં સંસ્કાર-સિંચન માટે એમનું જે પ્રદાન છે, તેની બીજી જોડ ક્યારેય નહિ જડે. એ એક જ હતા, અનોખા હતા.
આ પુસ્તક મહેન્દ્રભાઈનું જીવનચરિત્ર નથી પણ એમની દીર્ઘ-મુલાકાત (ઈન્ટરવ્યૂ) છે. એમાં એમના જીવનની અને પ્રવૃત્તિઓ અંગેની અનેક અજાણી અને રસપ્રદ વાતો વણી લેવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service