You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Manavatani Mashal
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
157.00
175.00 10% off
બ્રહ્માજીને પાંચ મસ્તક શા માટે હતાં એનું રહસ્ય તમે જાણો છો? શિવજીના મસ્તક પર ચંદ્ર છે એનું કારણ શું? શું ભગવાન પણ અંચઈ કરી શકે? પાર્વતીજીએ કયા સંજોગોમાં પ્રચંડ યોદ્ધાનું રૂપ ધારણ કરેલું? ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરનું ત્રિ-વિધ રૂપ છેઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રિદેવની જુદી જુદી પ્રકૃતિ હોવા છતાં આપણને એ વૈશ્વિક ઐક્યનું મહત્ત્વ સમજાવે છે. સૃષ્ટિના આ સર્જનહારોનું સત અને મહાત્મ્ય ભક્તો માટે અનોખું અને અનેરું રહ્યું છે. એમનાં નામે મંદિરો ઊભાં થાય, પ્રાર્થના-ભજનો ગવાય અને લોકોમાં તેમની શ્રદ્ધાનો મહિમા પણ ગવાય. તો, સામે પક્ષે રાક્ષસો અને અસૂરો પણ અમર થઈ જવાની પોતાની અનંતકાળની ઈચ્છા પૂરી કરવા માટે આ ત્રિદેવ સામે જાતજાતની કેવી કેવી યુક્તિ અજમાવે છે? અને છતાં પણ દરેક વખતે એ લોકો ત્રિદેવ સામે નિષ્ફળ જ કેમ જાય છે? આ પુસ્તકમાં એવી તો કેટલીય પુરાતન કથાઓ છે જે સૃષ્ટિના સર્જનહારોને ઝળહળતો વિજય અપાવે છે અને સરવાળે માનવતાને જીવતી રાખવાનું કારણ બને છે. લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિએ અહીં પોતાનાં વિઝન અને ઍન્ગલથી એ અજાણી અને અનોખી કથાઓને ઍક્સ્ટ્રા-ઓર્ડિનરી બનાવીને નવેસરથી રજૂ કરી છે. સૃષ્ટિના સર્જનહારોના વિજયની આ કથાઓ દ્વારા જીવનને તમે પણ નવી દૃષ્ટિથી જોઈને અનેક પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service