You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Mirza Galib
Author : Parshottam Rathod
લેખક : પરષોત્તમ રાઠોડ
180.00
200.00 10% off
મહાન ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ, જેમની શાયરીથી સૌ પરિચિત છે, પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે. પોતાના સાલિયાણા માટેની લડાઈ દરમિયાન કરેલી કલકત્તાની યાત્રાએ ગાલિબની શાયરીને નવો દૃષ્ટિકોણ પૂરો પાડી એને પરિપક્વ બનાવી એનો ઉલ્લેખ પણ અહીં જોવા મળે છે.
આર્થિક તંગીથી ત્રસ્ત ગાલિબ..., આજીવન ન્યાય માટે તલસતા ગાલિબ..., દેવાના બોજ તળે દબાયેલા ગાલિબ... કે જુગાર-શરાબની લતને લઈને સજા ભોગવતા ગાલિબ...
ગાલિબના વ્યક્તિત્વના વિવિધ રંગોની છોળ આ પુસ્તકમાં વર્ણવેલા પ્રસગોમાં ઊડે છે. પોતાના શોખીન મિજાજ અને સંઘર્ષમય જીવન વચ્ચે મોસિકી, ફિલસૂફી અને તર્કસંગત શાયરીને જીવંત રાખતા હાજરજવાબી ગાલિબની વ્યક્તિ પ્રતિભા અને શાયર પ્રતિભાનાં દર્શન આ પુસ્તકમાં થાય છે. સાથે મુગલ શાસનના અસ્ત અને અંગ્રેજ શાસનના ઉદયની વચ્ચે બદલાતાં રાજકીય સમીકરણોની અસર ગાલિબની શાયરી પર કેવી રીતે પડે છે તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. મુશ્કેલ અંદાઝે બયાં અને વિચારોની વિચિત્રતાને કારણે શરૂઆતમાં જેમની શાયરીનો વિરોધ થયો એ જ શાયર સમયાંતરે વિશ્વનો શ્રેષ્ઠ શાયર બને છે. મિર્ઝા ગાલિબના જીવન અને કવન વિશે રસપ્રદ માહિતી આપતું આ પુસ્તક એક રીતે એમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર જ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service