You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Prathama Pusha

  • Prathama Pusha

    Click image to zoom

Prathama Pusha

Author : Devangi Bhatt

પ્રથમા-પૂષા

લેખક : દેવાંગી ભટ્ટ

 292.00    
 325.00   10%

  Add to Cart

About this Book: Prathama Pusha (પ્રથમા-પૂષા)


પ્રથમા એટલે ચંદ્રની પહેલી કળા, પૂષા એટલે ચંદ્રની ત્રીજી કળા. આ નવલકથા પ્રથમા-પૂષા નામની બે બહેનોની કથા છે… ક્ષયનો શ્રાપ ફક્ત ચંદ્રને નથી. મનુષ્ય પણ જીવનની કેટલીક ક્ષણોમાં ક્ષય પામે છે.. અને ઘટતો રહે છે. કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની કથા… બે બહેનોના ફંટાતા માર્ગની કથા..

****

શંભુ પંડિતની કથક નૃત્યશાળા આખા વારાણસીમાં શ્રેષ્ઠ મનાતી. સીત્તેરની ઉંમરે પહોંચેલા શંભુ પંડિત પોતે જૂની પરંપરાના ગુરુ હતા. નૃત્યશાળાના પરિસરમાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ પગે ઘૂંઘરું બાંધીને તત્કાર કરતા હોય ત્યારે એ હાથમાં એક સોટી લઈને ફરતા રહેતા. “તા થૈ થૈ તત્...આ થૈ થૈ તત્..” ના અસ્ખલિત નાદ વચ્ચે એમના કાન નાની એવી ભૂલ પણ પારખી લેતા. એ પછી ભૂલ કરનારના પગ પર સોટી વીંઝાતી અને તત્કાલ જ્ઞાનનો ભવોદય થતો. કાશીના નૃત્યકારોની એક આખી પેઢીના પગ પર એ સોટીના નિશાન હતા. જયપુર ઘરાના અને લખનૌ ઘરાનાની માફક આ સોટી ઘરાનાએ પણ નૃત્ય-પરંપરામાં ઘણું પ્રદાન કર્યું હતું.

શંભુ પંડિત ભાગ્યે જ કોઈના વખાણ કરતા. કદાચ જૂની પેઢીના લોકોનું એવું વલણ હશે કે પ્રશંસા કરીને પાળ ન બાંધવી. એટલે જ કોઈ વિદ્યાર્થી અઢાર ચક્કર ફરીને સમ પર સ્થિર થાય, અને હર્ષભેર ગુરુજી સામે જુએ ત્યારે શંભુ પંડિત એના ઉલ્લાસ પર ટાઢું પાણી રેડતા હોય એમ કહેતા “ઠીકઠાક હૈ... ધીરે-ધીરે સીખ જાઓગે..” ભાગ્યેજ એમના કડક ચહેરા પર પ્રશંસા દેખાતી.

પણ એક દિવસ કૌતુક થયું.

પ્રથમા-પૂષાની તાલીમ શરુ થયે લગભગ દોઢ-બે વર્ષ થયેલા. એ દિવસે નૃત્યશાળાના પરિસરમાં પાંચેક છોકરીઓ કવિત અને તાલ પર નૃત્ય કરવા ઉભી થઇ. શંભુ પંડિત ઓટલા પર બેઠા હતા અને સાથળ પર હાથથી થપકી દેતા હતા. તબલાના અવાજ સાથે એમના રસાળ બોલ ગુંજતા હતા...

“મુરલી કી ધૂન સુન, બજત મૃદંગ ધૂન ધુધુકિટ ધુધુકિટ ધુકિટ ધુકિટ થેઈ કુકુકુકુ કુકુકુકુ ઝનનન નનનન ધ્વનિસુ નત ઉઠી હિરત ફિરત ચિત...”

અને એકાએક... એમની નજર પાછળની હરોળમાં નાચતી પ્રથમા પર ગઈ. નમોહ્ડી બાળકીના ઘાટીલા ચહેરા પર પ્રસ્વેદના બિંદુ બાઝ્યાં હતા. વ્યોમદ્યુતિ જેવો ગતીમંત દેહ લયલીન પ્રસન્નતામાં ડોલતો હતો. એમની આંખ ક્ષણવાર અટકી ગઈ...

“ચન્દ્રચપલ ગતિ નાદિગદિગના દિગદિગદિગદિગ...”

સીતેર વર્ષના જ્ઞાનવૃદ્ધ ગુરુની કરચલીયાળી આંખ મલકી ઉઠી. એ દિવસે જ્યારે બેનીરામ બન્ને દીકરીઓને લેવા આવ્યા ત્યારે શંભુ પંડિતે એને પાસે બોલાવીને કહ્યું “બેનીરામ... યે બિટિયા સાછ્છાત સરસ્વતી હૈ. ઇસકી તાલીમ ન છૂટે...”

બેનીરામે હાથ જોડયા “જી ગુરુજી. દોનો અચ્છા સીખ રહી હૈ ના...?”

ગુરુજી સહેજ હસ્યા “સીખ તો દોનો રહી હૈ બેનીરામ... સીખ તો સભી રહે હૈ, પર જો સીખાયા નહીં જા સકતા વો સિર્ફ તુમ્હારી ઇસ બિટિયા કે પાસ હૈ..” અને એમણે પ્રથમાના માથે હાથ મુકેલો.

શંભુ પંડિતની વાત સાચી હતી. જે કોઈએ કલાની આજીવન સાધના કરી છે એ જાણે છે કે કલાની બારીકી ભલે તાલીમ માંગતી હોય... પણ કલાકાર તો વ્યક્તિ જન્મથી જ હોય છે અથવા નથી હોતી. જે શીખવી નથી શકાતું એ જ કલાનું હાર્દ છે.... નૈસર્ગિક રીતે નીપજેલું... આદિમ... ઉત્સ્ફૂર્ત. यत् न ग्रहीतव्यं, तत् दातुं न शक्यते

~ દેવાંગી ભટ્ટ



Details


Title:Prathama Pusha

Publication Year: 2025

ISBN:9789366578439

Pages:156

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00