You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Sanshaybij

  • Sanshaybij

    Click image to zoom

Sanshaybij

Author : Dhirubahen Patel

સંશયબીજ

લેખક : ધીરુબહેન પટેલ

 405.00    
 450.00   10%

  Add to Cart

About this Book: Sanshaybij (સંશયબીજ)


ચરોતરના ગામમાં વસતો એક હસતો-રમતો ખેડૂત પરિવાર. ઢળતી ઉંમરે પિતાની નિવૃત્તિ બાદ જ્યેષ્ઠ પુત્ર ખેતર અને ઘરની જવાબદારીઓ ઉપાડી લઈ પિતાનો આજ્ઞાંકિત પુત્ર બને છે.‌ તેની પારિવારિક નિષ્ઠા, સમર્પણ‌ અને સત્યપરાયણતાથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ આખુંય ગામ તેને સન્માનથી જુએ છે. એવામાં પિતા જીવલેણ અકસ્માતનો ભોગ બની પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ મૃત્યુ વેળા પોતાના પુત્રને એવી વાત કહેતા જાય છે જે તેનું સમગ્ર જીવન બદલી નાખે છે.

પિતા દ્વારા પુત્રના મનમાં વવાયેલું એક સંશયબીજ ધીમે ધીમે પોતાની શાખાઓ ફેલાવે છે જે પુત્રને તેના અસ્તિત્વ પર અનેક સવાલો અને શંકાઓ કરવા મજબૂર કરી મૂકે છે. એક તરફ પોતાનું સર્વસ્વ ખોવાઈ જવાની ભાવના અને બીજી તરફ એ જ પિતાએ આપેલી નાનાં ભાઈબહેન અને ઘરડી માતાની જવાબદારીનો બોજ. આ બંને પરિસ્થિતિઓ વચ્ચે સંઘર્ષ કરતો યુવાન અંતે પોતાની મૂળ ઓળખ પ્રાપ્ત કરી શકશે?

વાચકને દરેક પ્રકરણે આ જ સવાલનો જવાબ મેળવવા ઉત્સુક કરતી ધીરુબહેનની આ નવલકથા અનેક ઉતાર-ચડાવ સાથે કૌતુક જગાવતી જાય છે. નવલકથામાં ઊભી કરાયેલી ગ્રામ્ય પરિવેશની ઝલક અને તળપદી ભાષા તેમ જ ગામતળનાં પાત્રોની સાદગી અને સુવાસ નવલકથાને અનોખું પોત બક્ષે છે. પાત્રો વચ્ચેના આંતર-સંબંધોથી રચાતાં ભાવનાત્મક સમીકરણો અને તેમાં આવતાં પરિવર્તનો વાચકની રસરુચિને જાળવી રાખે છે. તૂટતાં જતાં ગામડાં અને વધતા જતા શહેરીકરણ વચ્ચે ગ્રામ્ય પરિવેશમાં રચાયેલી આ નવલકથા આજના વાચકવર્ગને સમૃદ્ધ ગ્રામ્ય જીવનની ઝાંખી કરાવશે. માનવીય સંબંધો અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતી આ નવલકથા દરેકને સ્પર્શી જશે.



Details


Title:Sanshaybij

Publication Year: 2025

First Edition : 1998

ISBN:0000

Pages:218

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00