You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from Indian Languages > Sharadchandrani Bethaki Vato
202.00
225.00 10%
મહાન બંગાળી સર્જક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય – શરદબાબુના અત્યાર સુધીમાં ગુજરાતીમાં પ્રાપ્ય પુસ્તકોમાં એક વિશિષ્ટ અને નોખી ભાત ઉપસાવતું આ પુસ્તક છે. એક ઉત્તમ કોટિના વાર્તાકાર હોવાની સાથે તેઓ ખૂબ સારા કથાકાર પણ હતા અને તેમના લખાણ કરતાં તેમની વાર્તા કહેવાની રીત વધારે મનોરંજક હતી. બંગાળ, બિહાર અને બર્મા જેવા પ્રદેશોમાં પ્રવાસ દરમિયાન શરદબાબુ ઘણા અંતરંગ મિત્રો અને લોકો સાથે બેઠકો જમાવી પોતાના અનુભવો તેમને સંભળાવતા. દેવદેવીઓ, ભૂતો, ગુરુઓ, ડૉક્ટર-વૈદ્યો, સ્ત્રીઓ, જીવન, મૃત્યુ, સમાજજીવન ~ આ તમામ વિષયો આવરી લેતી આ વાતો સંભાળનારાઓને એક જુદાં જ ભાવવિશ્વમાં લઇ જતી. આવી રોચક વાતોનો સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં છે.
ગોપાલચંદ્ર રાય આવી જ અનેક બેઠકોની વાતોને એકઠી કરી એક સંચયરૂપે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ વાર્તાઓમાં એ સમયના સમાજજીવનનું આબેહૂબ પ્રતિબિંબ જોવા મળે છે. સાથે અંધશ્રદ્ધા, કુરિવાજો, સામાજિક દૂષણથી ખરડાયેલા દંભી સમાજને ખુલ્લો પણ પાડે છે. આ બેઠકી વાર્તાઓમાંથી વાચકોને બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકાર શરદચંદ્રનો બહોળો પરિચય મળે છે. દરેક વાર્તા વાચકને મનોરંજનની સાથે મનોમંથન કરવા તરફ દોરી જાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service