You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Vandevata - Birasa Mundani Kahani
Author : Raj Bhaskar
લેખક : રાજ ભાસ્કર
314.00
349.00 10% off
બિરસા મુંડા – એક મહામાનવ જેને ભારતના અનેક આદિવાસીઓ ભગવાન ગણી પૂજે છે, એમને જગતપિતા તરીકે સન્માન આપે છે, એમની સમાધિ પર સેંકડો લોકો માથું ટેકવે છે. આ કહાણી બિરસા મુંડાની છે.
1890-92ના કાળખંડમાં રાંચી-ઝારખંડના વિસ્તારોમાં રહેતા મુંડા આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ થયું, અંગ્રેજોએ એમના પર અમાનુષી અત્યાચારો ગુજાર્યા, મિશનરીઓ એ લોભ-લાલચ આપી આકર્ષ્યા, જમીનદારો-શાહુકારોએ એમની જમીનો પડાવી લીધી. ભારતભૂમિની એ ખાસિયત રહી છે કે જયારે જયારે અંધકાર વધી જાય છે ત્યારે ઉજાસ પ્રગટે જ છે. અંગ્રેજોના બદનસીબે બિરસા મુંડાનો ઉદય થાય છે. જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કરતા હજારો આદિવાસીઓનું નેતૃત્વ તેઓ કરે છે અને અંગ્રેજોના પગ તળેથી ધરતી સરકવા માંડે છે.
બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા. આજે પણ ઝારખંડના વનવાસી વિસ્તારમાં બિરસા ભગવાન તરીકે પૂજાય છે અને એમનાં નામે લોકગીતો પણ ગવાય છે.
માત્ર 25 વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરનાર બિરસા મુંડાનું આ બૃહદ, દળદાર જીવનચરિત્ર છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની બેક-ઈમેજ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service