You are here: Home > Interviews, Letters, Lectures > Alpviram
લેખક : કાંતિ પટેલ (સંપાદક)
Author : Kanti Patel (Editor)
338.00
375.00 10% off
અસાધ્ય બીમારીને કારણે જેમનું મૃત્યુ થોડાક મહિનાઓમાં જ નિશ્ચિત હતું તેવા અમેરિકન પ્રોફેસર રેન્ડી પોશે આપેલું જીવનનું છેલ્લું વ્યાખ્યાન 'ધ લાસ્ટ લેક્ચર'ના વિડીયો અને તેનું પુસ્તક જગપ્રસિદ્ધ થયું હતું. આ વ્યાખ્યાનમાં તેમણે બાળપણના સ્વપ્નો, સફળતા-નિષ્ફળતા, કુટુંબ-પ્રિયજનો, જિંદગી વિશે વાતો કરી હતી. તેમણે પોતાની બીમારી કે મૃત્યુ નહીં પણ જીવન વિશે, ઊર્જાથી ભરપૂર પ્રવચન આપ્યું હતું. આ પરથી પ્રેરણા લઈને કલ્પિત અંતિમ પ્રવચનોની શ્રેણીનું આયોજન કરવામાં આવેલું. આ પ્રવચનોમાં નામાંકિત ગુજરાતી સાહિત્યકારો, કલાકારો, ધર્મગુરુઓ, ડોક્ટરો, વકીલો વગેરેએ ભાગ લીધો હતો. આવાં ૨૫ ચુનંદા પ્રવચનોના સંકલનનું ઉત્કૃષ્ટ પુસ્તક.
In Gujarat on orders over 299/-