You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Imarato Suratni
લેખક : રવીન્દ્ર પારેખ
Author : Ravindra Parekh
180.00
200.00 10% off
સુરત શહેરની 8 જેટલી ઐતિહાસિક ઇમારતો, સ્થાપત્યોનો ઇતિહાસ અને પરિચય. સુરતની આ જાજરમાન ઇમારતોનું ઐતિહાસિક મહત્વ સંવાદ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે આ પુસ્તકની વિશેષતા છે. ગ્લોસી આર્ટ-પેપર પર છપાયેલાં આ પુસ્તકમાં પ્રત્યેક ઇમારતની રંગીન તસ્વીર સામેલ છે. ઇતિહાસના રસિયાઓ અને ખાસ તો મૂળ સુરતના વતનીઓએ પોતાના શહેરનો આ ભવ્ય વારસો જાણવા માટે ખાસ વસાવવા જેવુ પુસ્તક.
આ ઐતિહાસિક ઇમારતો / સ્થાપત્યો આ મુજબ છે : 1) સરસ્વતી મંદિર 2) કિલ્લો સુરતનો 3) કંતારેશ્વર મહાદેવ 4) એંગલિકન ચર્ચ 5) એન્ડ્રુસ લાઈબ્રેરી અને નગીનચંદ હૉલ 6) એમ. ટી. બી. કોલેજ 7) મુગલસરાઈ 8) ગોપીતળાવ અને ગોપીપરું.
****
આકાશવાણી સૂરત પરથી પ્રસારિત થયેલી ‘બોલતી ઇમારતો’ નામની લોકપ્રિય નાટ્યાત્મક પ્રસ્તુતિનાં કેટલાક એપિસોડ શ્રી રવીન્દ્ર પારેખે સ્થળની મુલાકાત, જરૂરી સંશોધનો તથા તજ્જ્ઞો સાથે ચર્ચા કરીને લખ્યા હતા. લખાણમાં ક્યાંય વિગતદોષ ન આવે તેની પૂરતી કાળજી સાથે લખાયેલાં ૯ પ્રકરણો સૂરતનાં ઐતિહાસિક વારસાનાં અભ્યાસ માટે સત્તાવાર રેફરન્સ બની શકે તેવાં છે.
આખું મલ્ટિકલરમાં પ્રિન્ટ થયેલું આ રૂપકડું પુસ્તક સુંદર ફોટોગ્રાફસ તથા આકર્ષક લેઆઉટથી એક જ બેઠકે આખું વાંચી લેવાનું મન થાય તેવું સર્વાંગ સુંદર બન્યું છે.
In Gujarat on orders over 299/-