You are here: Home > Articles & Essays > Anveshan
Author : Paresh Bhatt
લેખક : પરેશ ભટ્ટ
225.00
250.00 10% off
ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં એક પછી એક પુસ્તક આપનાર CA.પરેશ ભટ્ટ તેમનું નવું પુસ્તક "અન્વેષણ" લઈને આપની સમક્ષ આવ્યા છે. ત્રણ વર્ષની યાત્રામાં ત્રણ પુસ્તકો અને તે પણ સાવ અલગ અલગ વિષયો સાથેના. તેમાં પણ અષ્ટાંગ યોગ- A Perfect Life Style અને "અદ્દભૂતમ સંસ્કૃતમ" તો રિસર્ચ બુકની કેટેગરીમાં આવે છતાં સંપૂર્ણ સાહિત્યિક પુસ્તક તરીકે લોકોનો પ્રેમ મળ્યો. આ પછી આપની સમક્ષ "અન્વેષણ" ને રજૂ કરી રહ્યા છે.
આ પુસ્તકમાં લેખકે સરળ ભાષામાં સમજાવ્યું છે કે ઑડિટ રિપોર્ટ દરેક માણસે પોતે તૈયાર કરવાનો છે. ઑડિટ પોતાનું કરવાનું છે, પોતાની જાતનું, પોતાના સ્વભાવનું, પોતાના સંબંધોનું, મનનું, લાગણીઓનું, પોતાના હોવાપણાનું. માણસનું ઑડિટ થતું નથી તેથી તેના વિકાસની યોજના ઘડાતી નથી.
આથી માણસ ડિપ્રેસ થતો રહ્યો, સ્ટ્રેસ અનુભવતો થયો અને રોગોથી ત્રસ્ત થયો ગયો છે.
અન્વેષણ એટલે ઓડીટ....
આપણી આસપાસ બનતી ઘટનાઓનું તર્કબદ્ધ ઓડીટ એટલે અન્વેષણ.
વ્યક્તિ, ઘટના અને પ્રસંગનો તર્કબદ્ધ તુલનાત્મક અભ્યાસ એટલે અન્વેષણ.
રાષ્ટ્રપ્રેમ,સંસ્કૃતિ પ્રેમ, અધ્યાત્મનો તર્કબદ્ધ સમન્વય એટલે અન્વેષણ.
સાહિત્ય અને સમાજને આવરી લેતી વાતોનું ઓડીટ એટલે અન્વેષણ.
જીવનનું ઑડિટ કરવાનું શીખવે છે નવું પુસ્તક: અન્વેષણ
200 પાનાના આ પુસ્તકના 60 લેખો સહુને જીવન વિશે વિચારવાની અનોખી દ્રષ્ટિ પૂરી પાડે છે. વસાવવા જેવું, ભેટ આપવા જેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service