You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Youth Favourites > Chhat Parni Oradi ~ The Room on the Roof
Author : Ruskin Bond
લેખક : રસ્કિન બોન્ડ
125.00
ભારતના અત્યંત લોકપ્રિય લેખક રસ્કિન બોન્ડની પહેલી નવલકથા ‘The Room on the Roof’નો આ અનુવાદ છે, જે તેમણે ૧૭ વર્ષની ઉંમરે લખી હતી. તે સમયે તેઓ દહેરાદૂનમાં એક છત પરની ઓરડીમાં રહેતા હતા, જેની બારીમાંથી ખીણ અને પહાડોનાં શાનદાર દ્રશ્યો જોવા મળતાં હતાં, અને એ કુદરતી સૌન્દર્ય હંમેશા તેમના લેખનનું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું. આ રસપ્રદ નવલકથાનું પાત્ર રસ્ટી, એક ૧૬ વર્ષનો એંગ્લો-ઇન્ડિયન કિશોર છે, જેનાં માતા-પિતા નથી અને તેને પોતાના અંગ્રેજ સગા-સંબંધીઓ સાથે રહેવું પડે છે. સ્વભાવે મનમોજી અને રખડુ રસ્ટીને પોતાના સંબંધીઓનું કડક વલણ પસંદ નથી, માટે તે ઘર છોડીને ભાગી જાય છે. પછી તો તેને મળે છે નવા મિત્રો, જેમની સાથે તે બજાર, મેળા અને તહેવારોની ભીડમાં ખોવાઈ જાય છે. બાળપણ અને યુવાની વચ્ચેની અલ્લડ ઉંમરમાં જે અનુભવો થાય તે પર આધારિત આ ક્લાસિક નવલકથા આજે પણ વાચકોનું ભરપૂર મનોરંજન કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service