You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Gazal Sanskar
Author : Makarand Musale
લેખક : મકરંદ મુસળે
315.00
350.00 10% off
આધુનિક યુગમાં ગુજરાતી કવિતાનો સૌથી લોકપ્રિય પ્રકાર એટલે ગઝલ. નવોદિત કવિ સૌપ્રથમ ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવતો હોય છે. મહેફિલો અને મુશાયરામાં ગઝલનો જાદુ છવાતો હોવાથી તેણે દરેક કવિ અને ભાવકને મોહિત કર્યા છે, પરંતુ ગઝલનું નોખું બંધારણ અને અટપટા છંદોને કારણે ગઝલ બોલવા અને સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ લખવામાં જટિલ બની જાય છે. ગઝલ શીખવા, સમજવા અને લખવા માગતા દરેકને માટે ગઝલશાસ્ત્રને સહજ, સરળ અને બોલચાલની ભાષામાં સમજાવતા પુસ્તકની આવશ્યકતા જણાતાં કવિ મકરંદ મુસળેએ પ્રયાસ આદર્યો અને આપણને મળ્યું પુસ્તક ‘ગઝલસંસ્કાર’. આ પુસ્તક ગઝલના ઉદ્ભવથી લઈને તેના સ્થાનાંતરણ અને વિસ્તરણની યાત્રા કરાવવાની સાથે ગઝલલેખનની બારીકાઈને સરળ અને સહજ ભાષામાં સમજાવે છે. વળી ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વાર ગઝલના અરબી-ફારસી છંદોનાં જટિલ નામોને બદલીને સરળ ભારતીય નામો આપવામાં આવ્યાં છે. આ એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે, જેને પગલે ગઝલ સમજવાની તમામ અડચણ દૂર થઈ તેના વ્યાકરણનો સરળતાથી પરિચય કેળવી શકાય છે. ‘ગઝલ સંસ્કાર’ની હજુ એક વિશિષ્ટતા એ છે કે તેમાં પ્રથમ વાર ગઝલના લગાત્મક સ્વરૂપ અને લયનો ગ્રાફ પરિભાષિત કરી તે વિશે મૌલિક ચર્ચા પણ કરવામાં આવી છે. આ પુસ્તક આવનારી પેઢીને ગઝલસર્જન સાથે ઘરોબો કેળવવામાં સહાયક નીવડશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service