You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Bravery, Adventure, Mythological & Historical Stories > Jatak Kathao Vol. 2
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
336.00
395.00 15% off
યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં સામેલ જાતક કથાઓને વિશ્વભરના કથાસાહિત્યનું મૂળ માનવામાં આવે છે. ગુજરાતીમાં તમામ 547 જાતક કથાઓ સૌ પ્રથમવાર પ્રગટ થઈ રહી છે. હિન્દી સિવાય ભારતની કોઈ ભાષામાં સંપૂર્ણ જાતક કથાઓ પ્રગટ થઈ હોવાની માહિતી નથી. આ કાર્ય મુશ્કેલ એટલા માટે ગણાય કે કેટલીક કથાઓ એક શ્લોકની છે તો કેટલીક કથાઓ 100 પાનાંની છે. આ ગ્રંથાવલીમાં ત્રણેક વર્ષની જહેમત પછી દરેક કથા બે પાનાંમાં રસપ્રદ રીતે સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાતક કથાઓના પાત્રો તરીકે પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, વૃક્ષો, રાક્ષસો વગેરેનો સમાવેશ થતો હોવાથી જાતક કથાઓને ‘બાળસાહિત્ય’ ગણી લેવામાં આવે છે, પરંતુ જાતક કથાઓ બાળકો માટે કહેવાઈ નથી! તે તો જીવ અને જગતની ગંભીર ચર્ચાઓની વચ્ચે કહેવાઈ છે જે સમાજના દરેક વર્ગ અને વયના લોકો માટે અત્યંત ઉપયોગી છે.
જાતક કથાઓ માત્ર પ્રાચીન બૌદ્ધ સાહિત્યનો એક ભાગ નથી, પરંતુ તે એક જીવંત પરંપરા છે. આજના તણાવપૂર્ણ જીવનમાં, આ કથાઓ વ્યક્તિગત વિકાસ અને આત્મ-સુધારણા માટે પ્રેરણા આપે છે. જાતક કથાઓ સહિષ્ણુતા, સમજણ અને પરસ્પર સહકારના મહત્ત્વ પર ભાર મૂકે છે, જે આધુનિક સમાજ માટે ખૂબ જરૂરી છે. ઘણી જાતક કથાઓમાં પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવે છે, જે આજના પર્યાવરણીય સંકટના સમયમાં ખૂબ પ્રસ્તુત છે. કેટલીક જાતક કથાઓ સારા નેતૃત્વના ગુણો દર્શાવે છે, જે આધુનિક વ્યવસાય અને રાજકારણમાં ઉપયોગી છે. જાતક કથાઓનું મનોવૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ કથાઓ માનવ મનની જટિલતાઓને સરળ રીતે રજૂ કરે છે. આ કથાઓ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેના માર્ગો પણ સૂચવે છે સાથે કથાઓ ભાવનાત્મક બુદ્ધિમત્તાના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે.
આ પુસ્તકને વાર્તાને અનુરૂપ અનોખા ગ્રાફિક્સ સાથે સજાવવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service