You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Kaizen Kaizan
Author : Viral Vaishnav
લેખક : વિરલ વૈષ્ણવ
158.00
175.00 10% off
‘ઇકીગાઈ’ જેવી જ પ્રચલિત થયેલી પ્રાચીન જાપાની જીવનપદ્ધતિ એટલે ‘કાઈઝન’. વિશ્વમાં સૌથી વધુ કુદરતી આફતો, જ્વાળામુખી, ભૂકંપ અને વાવાઝોડાંના ઓથાર નીચે હંમેશા જીવતું જાપાન, બીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બનો માર વેઠીને ખુવાર થઇ ગયેલું જાપાન વિશ્વના વિકસિત દેશોમાં અગ્રિમ હરોળમાં બિરાજે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરનાર આ નાનકડા દેશે આવી અદ્દભુત પ્રગતિ કઈ રીતે સાધી એના અનેક જવાબો હોઈ શકે. પણ, સંશોધનોના આધારે જણાયું છે કે આ પ્રગતિ પાછળનું એક અત્યંત મહત્વનું કારણ છે: ત્યાંની પ્રજાએ અપનાવેલી ‘કાઈઝન’ જીવન પદ્ધતિ.
આદતોમાં પરિવર્તન કરીને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકાય છે એ ‘કાઈઝન’ના પાયામાં રહેલી મૂળ વાત છે. નાનામાં નાની આદત બદલવાની કે કેળવવાની પદ્ધતિ હોય કે શારીરિક ક્ષમતાની વાત હોય, આરોગ્ય સંબંધી મુદ્દો હોય કે અભ્યાસને લગતી સમસ્યા, નોકરી-વ્યવસાય, આર્થિક બાબતો કે પછી વ્યક્તિગત સંબંધો... સબ દર્દો કી એક દવાની જેમ દરેક સમસ્યાનો ઉકેલ આ કાઇઝન પદ્ધતિમાં મળે છે. કરોડો લોકોની જિંદગી બદલનાર આ કોન્સેપ્ટના ઊંડા સંશોધનનો નિચોડ અત્યંત સરળ શૈલીમાં પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service