You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > MahabharatNo Marm Ane GItaNi Sheekh
Author : Manubhai Pancholi 'Darshak'
લેખક : મનુભાઈ પંચોળી ''દર્શક''
153.00
170.00 10% off
મહાભારતમાં એવું તે શું છે કે આ ગ્રંથ આજે પણ ટકી રહ્યો છે ? આ મહાગ્રંથના રચયિતા વેદવ્યાસજી આ ગ્રંથના સંદર્ભમાં કહે છે કે જગતમાં ક્યાંય નથી એ બધી જ કથાઓ આ ગ્રંથમાં છે અને અહીં નથી એ કથાઓ જગતમાં બીજે ક્યાંય નથી !
આ પુસ્તકમાં મહાભારત વિશે મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં ત્રણ વ્યાખ્યાન છે અને એક દીર્ઘ લખાણ છે ભગવદ્ ગીતા વિશે. પાંડવો, કૌરવો, શ્રીકૃષ્ણ, શકુનિ, મહર્ષિ વેદવ્યાસ, દ્રૌપદી, ભીષ્મ અને કર્ણ જેવા પાત્રો અંગે લેખકે પોતાનું દર્શન રજૂ કર્યું છે. પુસ્તકમાં મહાભારતની વિધવિધ કથા અને પ્રસંગોમાં સમાવિષ્ટ ફિલોસૉફી સરસ રીતે રજૂ થઈ છે. મહાભારતની સાથોસાથ વિશ્વના ઐતિહાસિક, સાહિત્યિક અને રાજકીય સંદર્ભોની કથાઓ રસપ્રદ રીતે ગૂંથી લેવાઈ છે. ગુજરાતી સાહિત્યમાં ગીતાજીને ઘણા લેખકોએ પોતપોતાની સમજ પ્રમાણે ઉકેલી છે. આ પુસ્તકમાં દર્શકે ઝીલેલી ગીતા છે. લેખક ગીતામાંથી જે શીખ લઈ શક્યા એ વાચકો માટે રસાળ શૈલીમાં આલેખી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service