You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Mastarni Chhayadi (Revised Edition)
Author : Krishnabai Narayan Surve
લેખક : કૃષ્ણાબાઈ નારાયણ સર્વે
247.00
275.00 10% off
મરાઠી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયેલા નારાયણ સુર્વેના પત્ની કૃષ્ણાબાઈની આ આત્મકથા મરાઠી સાહિત્યની અણમોલ કૃતિઓમાંની એક ગણાય છે.
મિલમજૂરોની અને કોમ્યુનિસ્ટ પાર્ટીની ચળવળનો ઝંડો ખભે ધરીને ફરનાર નારાયણ સુર્વેનો ઘરસંસાર વિકટ સંજોગોમાં કૃષ્ણાબાઈએ ચલાવ્યો. અનાથ કૃષ્ણાબાઈ અને અકિંચન નારાયણની સંસારયાત્રાના ખળખળ વહેતા ભાવો અને દઝાડતા સંવેદનોની આ કહાણી છે. એક તરફ ગંગારામ સુર્વેને કચરાપેટીમાંથી મળેલા નારાયણનું અનાથ તરીકે ઉછરવું અને બીજી બાજુ મિલમજૂરોના હકો માટેની ચળવળમાં નેતૃત્વ કરવું. એક બાજુ સગાં-સંબંધીઓથી તરછોડાવું તો બીજી તરફ આ દંપતીનો એકબીજા માટેનો અજબનો પ્રેમ. આવા અનેક વિરોધાભાસોવાળું જીવન એટલે કૃષ્ણાબાઈનું આ હૃદય ફાડી નાખતું આત્મચરિત્ર. પોતે અભણ હોવા છતાં દંભી વિચારોનો સામનો કરવાનું સામર્થ્ય ધરાવતા કૃષ્ણાબાઈને દારુણ ગરીબી પણ ડગાવી શકતી નથી. વિરલ હિંમત ધરાવતી આ સ્ત્રી પતિ પ્રત્યે વિલક્ષણ પ્રેમ ધરાવે છે અને તમામ પડકારો વચ્ચે માસ્તર એટલે કે એના પતિની છાંયડી બનીને સંસારની નૌકા ચલાવે છે, એની આ હૃદયસ્પર્શી કથની છે.
કૃષ્ણાબાઈ પોતે અભણ હતા. એમણે કહેલી એમની જીવનગાથાને પ્રા. નેહા સાવંતે ઝીલીને મરાઠીમાં શબ્દાંકિત કરી હતી, જેનો આ રસાળ ગુજરાતી અનુવાદ દેવયાની દવેએ કર્યો છે. પુસ્તકની પ્રથમ ગુજરાતી આવૃત્તિ 2013માં પ્રકાશિત થઇ હતી. એ પછી માસ્તર સાથે એમણે વિતાવેલા અંતિમ દિવસો અને એ પછીનું આત્મકથન આ સંવર્ધિત આવૃત્તિમાં ઉમેરાયું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service