You are here: Home > Articles & Essays > Patniothi Thati Pida
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
54.00
60.00 10% off
ભારતીય સમાજ પરંપરાગત રીતે પુરુષપ્રધાન રહ્યો છે. સમાજની પુરુષપ્રધાન માનસિકતાને કારણે સ્ત્રીઓએ, ખાસ કરીને પત્નીઓના ભાગે ઘણું સહન કરવાનું આવતું હોય છે. દહેજ, મારપીટ વગેરે સદીઓ પછી હજુ પણ સમાજમાં સામાન્ય છે. જો કે સિક્કાને બીજી બાજુ પણ છે. સ્વાભાવિક છે કે કાયદાએ સ્ત્રીઓને રક્ષણ આપ્યું છે. છૂટાછેડા, દહેજ વગેરેના કેસમાં કાયદો સ્ત્રીની તરફેણ કરે છે. પણ, અત્યારે આ કાયદાઓનો દુરુપયોગ પણ ખૂબ વધ્યો છે. બીજી બાજુ, માત્ર પતિ જ જુલમી હોય છે એવું નથી. અનેક કિસ્સાઓ એવા છે કે જેમાં પતિ એની પત્નીથી પીડિત હોય. આવા પતિઓને રક્ષણ આપે એવો કોઈ કાયદો નથી. સ્વામી સચ્ચિદાનંદજી આ પુસ્તકના માધ્યમથી એવું સૂચવે છે કે પીડિત સ્ત્રી હોય કે પુરુષ, બંને સમાજની સહાનુભુતિને પાત્ર છે, બંને ન્યાયના હકદાર છે.
પુસ્તકનાં પાંચ પ્રકરણમાં, ઇતિહાસ અને પુરાણના પાંચ એવા જાણીતા દંપતિઓની વાત કરવામાં આવી છે કે જેમાં પત્નીના આચરણને કારણે પતિએ દુઃખ ભોગવ્યા હોય. આ દંપતિઓ છે : (1) આત્મદેવ અને ધુંધુલિ (2) ધુંધુકારી અને ગોકર્ણ (3) ભર્તુહરિ અને પિંગળા (4) શાંતનુ અને ગંગા (5) અબ્રાહમ લિંકન અને એન.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service