You are here: Home > Articles & Essays > Patrakaratvama Vishvasniyata
Author : Saurabh Shah
લેખક : સૌરભ શાહ
86.00
95.00 10% off
સંનિષ્ઠ અને તટસ્થ પત્રકારત્વ માટે વિશ્વસનીયતા એ પ્રથમ શરત છે. અપ્રમાણિકતાને એક ગુણ તરીકે નવાજવામાં આવે છે તેવા આ સમયમાં આ પ્રકારનું પત્રકારત્વ હજુ સાવ જ મરી નથી પરવાર્યું, પણ એ દુર્લભ જરૂર બનતું જાય છે. એક આદર્શ પત્રકાર માટે સૌથી મોટી એસેટ છે તેની વિશ્વસનીયતા. અનેક પ્રકારના પ્રલોભનો સામે પણ વિશ્વસનીયતા ટકાવી રાખવાનો પડકાર પત્રકાર સામે હંમેશા ઊભો હોય છે. માત્ર શબ્દોની ચાલાક રમત થકી માધ્યમોમાં કોઈ બાબત પર હાઇપ ઊભો કરી શકાય છે, લોકોના અભિપ્રાયો પર અસર કરી શકાય છે, સનસનાટી ફેલાવી શકાય છે, ગેરમાર્ગે દોરતાં મથાળાં બાંધી શકાય છે. પણ, વિશ્વસનીયતાનો ભોગ લેવાય છે.
સિનિયર પત્રકાર, તંત્રી, લેખક સૌરભ શાહ એમના નિર્ભિક અભિપ્રાયો માટે જાણીતા છે. એમના પત્રકાર-જીવનનાં રોચક કિસ્સાઓ આ પુસ્તકમાં છે. પત્રકાર તરીકેની કારકિર્દીમાં કેવાંકેવાં પ્રલોભનો એમણે નકાર્યા હતાં, એની વાતો છે. વિવિધ મીડિયા હાઉસમાં કઈ રીતે ન્યૂઝને મેનેજ કરવામાં આવે છે, કેવા કેવા કાવાદાવા ચાલતા હોય છે એનું હેરતઅંગેઝ બયાન છે. પત્રકારત્વ, રાજનીતિ, સમાચાર-માધ્યમોમાં રુચિ ધરાવતા રસિક વાચકો, પત્રકારત્વનાં નવલોહીયા વિદ્યાર્થીઓ અને સક્રિય પત્રકારો – આ તમામને આકર્ષે એવું રસપ્રદ વાંચન પીરસતી પુસ્તિકા.
****
સિનિયર પત્રકાર અલ્કેશ પટેલે પત્રકારત્વ પરના એક પુસ્તક ‘પત્રકારત્વ: વિશ્વસનીયતાનો પડકાર’નું સંપાદન કર્યું હતું. આ દળદાર પુસ્તકમાં લોકપ્રિય સર્જક સૌરભ શાહનો સોળ હજાર શબ્દોનો એક લેખ સમાવેશ પામ્યો હતો, જે આ પુસ્તિકારૂપે પ્રગટ થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service