You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Satyam Shivam Sundaram ~ Ichigo Ichi, Kizen, Wabi Sabi
Author : Raj Goswami
લેખક : રાજ ગોસ્વામી
225.00
250.00 10% off
જીવનને સાર્થક બનાવવાનો એક જાપાનીઝ કોન્સેપ્ટ છે ‘ઇકિગાઈ’ જેણે દુનિયાભરમાં લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. આ કોન્સેપ્ટ અને આ શબ્દ ‘ઇકિગાઈ’ અત્યારે માની ન શકાય એ હદે પ્રચલિત બની ચૂક્યા છે. જાપાને જગતને પોતાના જે અમૂલ્ય પ્રાચીન વારસાની ભેટ ધરી છે, એમાં અન્ય કેટલાંક અદ્દભુત કોન્સેપ્ટસ્ પણ સામેલ છે જે તરફ હવે વિશ્વનું ધ્યાન ખેંચાયું છે.
ઇકિગાઈ જેવાં જ આ અદ્દભુત કોન્સેપ્ટસ્ છે: ‘ઇચિગો ઇચી’, ‘કાઈઝન’ અને ‘વાબી-સાબી’. આ ત્રણેય મહાન વિચારો જીવન જીવવાની કળા શીખવે છે અને મજાની વાત એ છે કે તેનું જ પ્રતિબિંબ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પણ છે.
શું છે આ અદ્દભુત વિચારોમાં કે જેણે જગતના કરોડો લોકો અનુસરી રહ્યા છે અને ખુશહાલ જીવન જીવી રહ્યા છે એ જાણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. ગુજરાતના જાણીતા પત્રકાર, લેખક રાજ ગોસ્વામીની અફલાતૂન રજૂઆત સાથે આ પુસ્તક રંગીન આવૃત્તિમાં છપાયું છે.
પુસ્તક અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service