You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Shikhar Vahe Dhaja Vahe
Author : Hardik Vyas
લેખક : હાર્દિક વ્યાસ
200.00
અમરેલીના ગઝલકાર હાર્દિક વ્યાસ પોતાની ગઝલોમાં પુરુષાર્થ, પ્રારબ્ધ, જિંદગીની ફિલસૂફી અને આધ્યાત્મિકતાનો રંગ લઇ પોતાનું કવિકર્મ કરતાં આવ્યા છે. લાંબી બહેર પર હથોટી ધરાવતા કવિનાં અનેક શેરમાં જિંદગીનાં હકારનો પડઘો સાંભળવા મળે છે. તદ્દન નવા જ કલ્પનો સાથે નવી અભિવ્યક્તિને ગઝલમાં સ્થાન આપવું એ એમની આગવી વિશેષતા છે. તો કેટલાક શેરમાં વધતા શહેરીકરણની વચ્ચે કવિનું હૃદય ગ્રામ્યજીવનના વૈભવને વાગોળતું જોવા મળે છે. સંબંધો હોય કે મહેચ્છાઓ, પોતાની આસપાસ પોતે જ રચેલા બંધનોમાં કેદ માનવીને ટકોર પણ પોતાનાં ચોટદાર શેરોમાં કરે છે. નોખા કલ્પનો, અનોખી અભિવ્યક્તિ અને સરળબાનીથી સજ્જ ગઝલકાર હાર્દિક વ્યાસનો તરોતાજા ગઝલસંગ્રહ ‘શિખર વહે, ધજા વહે...’ નવ્ય કાફિયા અને પ્રયોગાત્મક રદીફ સાથે સંવેદનોના વિવિધ આવરણો ખોલી આપી ભાવકને નવા જ કાવ્યવિશ્વમાં લઇ જાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service