You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Shoonya
શ્રી એમ વિશ્વકક્ષાની અધ્યાત્મપ્રતિભાઓમાં અગ્રીમ હરોળમાં બિરાજે છે. ભારત સરકારે એમને અધ્યાત્મિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ‘પદ્મભૂષણ’ સન્માનથી નવાજ્યા છે. કેરળના તિરુવનંતપુરમમાં જન્મેલા શ્રી એમ પ્રખર સમાજ સુધારક તથા બાહોશ શિક્ષણવિદ્દ પણ છે અને સત્સંગ ફાઉન્ડેશન સંસ્થાના વડા છે. એમનાં સંસ્મરણોનું પ્રથમ પુસ્તક ‘હિમાલયના મહાયોગીના શરણે’ જુદી જુદી ભાષાઓમાં પ્રગટ થયું હતું અને બહોળી પ્રસિદ્ધિ પામ્યું હતું.
પ્રસ્તુત પુસ્તક શ્રી એમની પહેલી નવલકથા છે. કેરળના એક નાનકડા, છેવાડાના વિસ્તારની એક વિરલ પ્રતિભા ‘શૂન્ય’ની આ વાત છે. શૂન્ય કોણ છે? કોઈ પાગલ? જાદુગર? કે કોઈ અવધૂત કે પછી કોઈ પ્રબુદ્ધ આત્મા? આ રહસ્યમય વ્યક્તિ એની ઝૂંપડીમાં લોકોને આશીર્વાદ આપે છે, શ્રાપ આપે છે, વાંસળી વડે આત્માને ઉશ્કેરતી ધૂન વગાડે છે. અને રહસ્યમય રીતે અચાનક અદ્રશ્ય પણ થઈ જાય છે, અને એક નવા અવધૂત નવા યુગનો માર્ગ નક્કી કરે છે. આ કથામાં આધ્યાત્મ છે તો ગૂઢ જ્ઞાનના ચમત્કાર પણ છે. તદ્દન નિરાળા વિશ્વની નિરાળી કથા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service