You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > MosadNa Jasusi Mishano
લેખક : નગેન્દ્ર વિજય
Author : Nagendra Vijay
250.00
ઇઝરાયેલની મશહૂર ગુપ્તચર સંસ્થા મોસાદે, વિશ્વના વિવિધ સ્થળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પાર પાડેલા દિલધડક મિશનોની રોમાંચક દાસ્તાન કહેતું પુસ્તક. ઉત્તેજના, રોમાંચ અને સસ્પેન્સ જગાડતી અદ્દભુત થ્રિલર સત્યકથાઓ.
લગભગ દરેક પાને ઐતિહાસિક તસ્વીરો સાથે સુંદર સજાવટ પામેલું આ પુસ્તક પહેલી વાર ‘પુસ્તક’ સ્વરૂપે પ્રાપ્ય બને છે. વરસો સુધી તે મેગેઝિન સ્વરૂપે બહાર પડતું રહ્યું અને અત્યંત લોકપ્રિય બન્યું. મેગેઝિનમાં હતી તેનાથી ઘણી વધુ સામગ્રી પુસ્તકમાં છે, નવાં પ્રકરણો સમાવાયાં છે. પુસ્તકમાં કુલ 11 પ્રકરણો છે. ગુજરાતની યુવા પેઢીને ‘સફારી’ મેગેઝિન થકી જ્ઞાન-વિજ્ઞાનનું અમૂલ્ય ભાથું પીરસનાર નગેન્દ્ર વિજય તરફથી વધુ એક રસપ્રદ અને રોચક પુસ્તક.
ભારત કેમ ઇઝરાયેલ બની ન શક્યું એ વિષય પર શ્રી નગેન્દ્ર વિજયની વિસ્તૃત પ્રસ્તાવના પણ પુસ્તકમાં સામેલ છે.
In Gujarat on orders over 299/-