You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Anne Frank ni Diary ~ En Frank Ni Diary
Author : Anne Frank
લેખક : એન ફ્રેન્ક
180.00
200.00 10% off
અંગ્રેજીમાં ‘ડાયરી ઓફ એ યંગ ગર્લ’ તરીકે જાણીતું આ પુસ્તક, જગતના ઓલટાઈમ બેસ્ટસેલર પુસ્તકોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. મૂળ ડચ ભાષાનું આ પુસ્તક વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યું છે. પહેલાં વિશ્વયુદ્ધ પછીના સમયમાં જર્મનીમાં નાઝીવાદનો ઉગમ થયો અને સરમુખત્યાર હિટલરે યહૂદી પ્રજાનો ખાતમો બોલાવવા શ્રમછાવણીઓ ઉભી કરી, જેમાં લાખો લોકો હોમાઈ ગયા. એન ફ્રેન્ક નામની યહૂદી કિશોરી પોતાના આયુષ્યનાં ૧૬ વરસ પુરાં કરે તે પહેલાં આવી એક શ્રમછાવણીમાં મૃત્યુ પામી. આ દોજખમાં તેણે વિતાવેલાં બે વરસ દરમિયાન એક નોટબૂકમાં તેના અનુભવો, રોજબરોજના બનાવોની નોંધ તે ટપકાવતી રહી. તેના મૃત્યુ બાદ તે પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ. શ્રમછાવણીના કોઈ ભયાનક વર્ણનો આ ડાયરીમાં નથી, પણ એક સંવેદનાસભર કિશોરમાનસની અભિવ્યક્તિ, તેના અનુભવો, તેના જીવન પ્રત્યેના અભિગમનું પ્રતિબિંબ દેખાય છે. .
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service