You are here: Home > Inspirational, Self Help & Reflective > Coffee Table Books > Banaras Diary *
Author : Vivek Desai
લેખક : વિવેક દેસાઈ
630.00
700.00 10% off
જાણીતા ફોટોગ્રાફર અને લેખક શ્રી વિવેક દેસાઈ દ્વારા લખાયેલું પુસ્તક ‘ બનારસ ડાયરી’ શબ્દ અને રૂપની સંપૂર્ણ સજ્જતા, આર્ટ-પેપર પર ફોર કલર પ્રિન્ટીંગ અને અનેક સુંદર રંગીન તસ્વીરો સાથે!
બનારસ. એક એવી નગરી જ્યાં આવનાર દરેક પ્રવાસીને એનું પોતાનું બનારસ મળે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગણાતા આ શહેરનાં વિવિધ રંગોને, જીવનને અને સંવેદનને લેખક શ્રી વિવેક દેસાઈએ પોતાના શબ્દોમાં અને તસવીરોમાં નખશિખ મઢ્યું છે. શ્રી વિવેક દેસાઈનું પુસ્તક ‘બનારસ ડાયરી’ એક એવો સાદ છે જે વાચકોને બનારસ નગરી સુધી ખેંચી જશે. છેલ્લાં પંદરેક વર્ષથી બનારસ નગરી માટે લેખકે જે કંઈ અનુભવ્યું અને ઝીલ્યું છે એ લાગણીઓને અહીં એમણે સહજ અને રસાળ શૈલીમાં રજૂ કરી છે. આ પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલી તસવીરો ભાવકની આંખોમાં ઘૂંટાતા બનારસના રંગોને વધારે ઘાટ્ટા બનાવશે. શબ્દ અને ફોટોગ્રાફ્સનો સંયોગ બનારસ નગરીને વધારે પોતીકી બનાવવામાં ભાવકને મદદ કરશે. પુસ્તકને વાંચ્યા પછી ભાવક અનુભવશે કે ઘાટના પગથિયે પાલવ પાથરીને ખળખળ વહેતી ગંગાનો નાદ વાંચનારની અંદર સળવળશે. વિવેક દેસાઈ દ્વારા લખાયેલું પુસ્તક ‘બનારસ ડાયરી’ એક અખંડ અનુભવ છે જે તમારી રાહ જુએ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service