You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Yuddhaniti Chanakyani Drashtie
Author : Radhakrishnan Pillai
લેખક : રાધા ક્રિષ્નન પિલ્લઈ
115.00
135.00 15% off
ચાણકયનું જીવન, એમના વિચારો અને એમના પ્રસિદ્ધ ''અર્થશાસ્ત્ર'' પર ઊંડો અભ્યાસ કરનાર લેખક રાધાકૃષ્ણન પિલ્લઈનું વધુ એક બેસ્ટસેલર પુસ્તક ગુજરાતીમાં.
જીવન એક યુદ્ધ છે. … અને દરેકે આ યુદ્ધ લડવું જ પડે છે! આપણે જીવનમાં સફળ અને સુખી થવા માંગીએ છીએ. જીવનનાં દરેક યુદ્ધ જેવાં કે બિઝનેસ, નોકરી, કૅરિયર, ભણતર, પારિવારિક સંબંધો કે સમાજ - આ સૌમાં આપણે જીતવું જ હોય છે. કારણ કે જીત છે તો જ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંતોષ નિશ્વિત છે! …પણ, આપણામાંના મોટા ભાગના લોકોમાં જીતવાની બધી જ કુશળતા અને શક્તિઓ હોવા છતાં જીવનના અમૂક મહત્વના યુદ્ધ હારી જાય છે, પરિણામે હતાશા અને નિરાશાનો ભોગ બનીને પોતાની જાતને નિષ્ફળ માની લે છે.
ચાણક્ય એટલે વિશ્વના સર્વોત્તમ શિક્ષક અને મહાન સ્ટ્રૅટેજિક થિન્કર. ૨,૪૦૦ વર્ષ પછી આજે પણ ચાણક્યની નીતિઓ વ્યવહારુ અને અકસીર છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, મૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ સમયની પાર ઉતરી છે. જો તમે જીવનમાંથી નિરાશા ખંખેરવાં માંગતા હો કે ઈચ્છેલાં સપનાઓ પૂરાં કરવા માંગતા હો, તો આજનાં કટોકટીભર્યા સમયમાં Masterpiece બની ચૂકેલા આ પુસ્તક દ્વારા ચાણક્યનું સચોટ જ્ઞાન તમારા જીવનમાં, વ્યવસાયમાં અને વ્યવહારમાં તમને સરળતાથી સફળતાના શિખરે પહોંચાડી દેશે એની પૂરી ગેરંટી…. કેમકે આ સ્ટ્ર્રેટેજી ચાણક્યની છે, એ ચાણક્યની, જેને આજે આખી દુનિયા અનુસરે છે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service