You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Literary & Academic Autobiographies > Aaju Khele
મૂર્ધન્ય સર્જક અને અત્યંત લોકપ્રિય નવલકથાકાર ધ્રુવ ભટ્ટની સ્મૃતિ-નવલ. આ કથા આર. કે. નારાયણની મશહૂર કૃતિ ‘માલગુડી ડેઝ’ની યાદ અપાવે એવી માતબર છે. શૈશવકાળથી યુવાવસ્થા સુધીના જીવનનાં અનેક યાદગાર સંભારણાઓ અને પ્રસંગોથી છલોછલ કથાનકો. જીવનના ક્યા પડાવે, ક્યા સંજોગોએ એમને લેખનપ્રવૃત્તિ તરફ વાળ્યા એનું પણ રસપ્રદ આલેખન છે. લાખોનો ચાહકવર્ગ ધરાવતા ધ્રુવદાદાના વાચકો માટે આ પુસ્તક એક યાદગાર સંભારણું બની રહેશે.
પુસ્તકમાં ઠેરઠેર તસ્વીરો, ચિત્રાંકનો સામેલ છે. પુસ્તકમાંના કેટલાંક પ્રસંગો, ઘટનાઓ વાચકને તાદ્રશ્ય થાય એ માટે લેખકે જહેમત ઉઠાવી એને અનુરૂપ વિડીયો પણ બનાવ્યા છે, જેના QR Code પુસ્તકમાં આપ્યા છે, જે સ્કેન કરવાથી આ વિડીયો જોઈ શકાશે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે આ એક નવતર પ્રયોગ છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders