You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Maro Asbab
Author : Janak Trivedi
લેખક : જનક ત્રિવેદી
198.00
220.00 10% off
જનક ત્રિવેદીની કલમે ગુજરાતી સાહિત્યને બહુ ઓછાં પુસ્તકો આપ્યાં છે. પણ, જે કંઈ એમણે આપ્યું છે તે અદ્દભુત છે, એનાથી ગુજરાતી સાહિત્ય રળિયાત છે. ~~~~~~~~~~~ ગુજરાતી ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ આત્મકથનાત્મક નિબંધ સંગ્રહોમાં પોતાની પાઘડીના છેડલે માનભેર વળ ચડાવી ગરવ ઘોળીને કસુંબલ હાકોટે પોતાની જગ્યા કરે એવું પુસ્તક એટલે વાર્તાકાર, નિબંધકાર અને નવલકથાકાર જનક ત્રિવેદી દ્વારા લખાયેલો નિબંધ સંગ્રહ ‘મારો અસબાબ’. આ પુસ્તક એટલે જીવાતા જીવનનું અખંડ પ્રતિબિંબ, જીવાયેલી ક્ષણોનો તડકા છાંયડા ભરેલો હિસાબ. બારસાખ પર જેનો હોંકારો પોપડીઓ બનીને ખરી પડ્યો છે એ સઘળા સંબંધોની ગાંઠ, રેલ્વે સ્ટેશનની બળતી બપોરે નેઝવું કરીને બેસેલું બેઠી દડીનું નેવું, વરંડામાં ગુંથાયેલી ગુલાબી કરેણનો ગુચ્છો, ટ્રેનના ધમધમાટભર્યા અવાજોની વચ્ચે ઈશ્વર સાથે તલાક લઈ બેઠેલો પોપટ, વૈરાગ ઓઢીને આથમી ચૂકેલો વગડો, બોધપાઠનો ખડિયો જનોઈ સંકેલી જંપેલો ઓટલો, રેલ્વેના વહીવટી કાગળોના સરકારી દેહ પર ચિતરામણ થયેલા સપના, ક્વાર્ટરના કાંગરે બેસેલી કાબરનો કલબલાટ, ‘આવી સાધારણ સમજવાળા બાપા વિશે તો શું લખવું ?’થી માંડી ધોધમાર વરસતો બાપુડિયો મેહ,જીજીવિષાની બારીએ આરંભાયેલી ‘યાત્રા’ અને દૂર એ ખળખળ વહેતી બ્રહ્મપુત્રાના કિનારે અંતિમ પડાવ ! આ બધી ઘટનાઓનો અસબાબ પાથરીને આ નિબંધો જ્યારે કાગળ પર સજીવન થઈ આપણા ટેરવા સુધી પહોંચે છે ત્યારે વાંચતા વાંચતા આંખે આંસુંના તોરણ બંધાઈ જાય છે. આ નિબંધો વાંચ્યાનો રાજીપો એવો છલકાશે કે લાગશે જાણે આપણા પોતાના ઘર પછવાડેની ઘટનાઓની ભીની ગાગર પર સૂરજ રમે. જનક ત્રિવેદીના અમરત્વનું ઓઢણું ઓઢેલા આ નિબંધો વાંચશો ત્યારે થશે કે બે પૂંઠા વચ્ચે ઘણું જીવ્યાનું આયખું ઝળાંહળાં ! ગુજરાતી સાહિત્ય પ્રેમીઓએ બિલકુલ ન ચૂકવા જેવું અમર પુસ્તક ‘મારો અસબાબ’. જો તમારે જનક ત્રિવેદી નામના સર્જકની આંગળી પકડી જીવનને જરા વધારે ઘાટ્ટા પોતથી ઓળખવું છે તો આ નિબંધ સંગ્રહ તમારા માટે છે. આ પુસ્તકમાં સમાવાયેલા ચિત્રો, મુખપૃષ્ઠને શોભાવતું રંગીન ચિત્ર, પાછલા આવરણ પરનાં સેલ્ફ પોટ્રેટ ખુદ લેખક શ્રી જનક ત્રિવેદી દ્વારા જે તે કાળે બનાવાયા હતા. અહીં રંગ અને રેખાંકનની કોઠાસૂઝ ધરાવતા સર્જક જનક ત્રિવેદીનો સ્પષ્ટ પરિચય ભાવકોને થશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service