Udayast : Dwaraka - Somnath Gujarati Book by Nipesh J Pandya
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

ઉદયાસ્ત : દ્વારકા - સોમનાથ

લેખક : નિપેશ જ. પંડ્યા


Udayast : Dwaraka - Somnath

Author : Nipesh J Pandya

Original Price: 350.00
Discount: 10%
Price: 315.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

દ્વારકા અને સોમનાથની ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ કાલ્પનિક કથામાં, એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીને સોમનાથના યુદ્ધમાં હરાવવાની સાજીશની વાત છે. તેમાં સોમનાથ (શિવ) અને દ્વારકા (કૃષ્ણ)ના જોડાણની વાત છે અને આ સ્થળો સાથે જોડાયેલી લોકમાન્યતાઓને પણ કથામાં વણી લેવાઈ છે.

સોમનાથ અને દ્વારકા, આ બન્ને સ્થળોનું અનન્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે. બન્ને સ્થળોના રોમાંચક ઈતિહાસનું આપણા પુરાણોમાં વર્ણન છે. શિવ અને કૃષ્ણ સાથે સંકળાયેલા આ બંને સ્થળો હજારો વર્ષોથી આપણી સાથે પૌરાણિક વાર્તા, પુરાણો અને માન્યતાઓ થકી જોડાયેલા છે.

સોમનાથને ઐતિહાસિક દ્રષ્ટીએ જોવામાં આવે તો તરત જ સોમનાથનું સુવર્ણ મંદિર નજર સમક્ષ ખડું થઇ જાય. તેના પર મોહમદ ગઝનીએ કરેલા આક્રમણ, સુવર્ણની લૂંટ તથા મંદિર અને શિવલિંગનો ધ્વંસ એ જગજાહેર ઐતિહાસિક હકીકતો છે.

આ જ દ્રષ્ટીએ દ્વારકાને જોવામાં આવે તો તરત જ નજર સમક્ષ ઉપસી આવે કૃષ્ણની જ બનાવેલી અને તેમણે જાતે જ સમુદ્રમાં ડૂબાડેલી સુવર્ણનગરી દ્વારકા. 'ઉદયાસ્ત દ્વારકા-સોમનાથ' આ બન્ને સ્થળનું અદ્દભુત જોડાણ સાધતી ઐતિહાસિક નવલકથા છે, જે આજથી એક હજાર વર્ષ પહેલાં સોમનાથનાં સુવર્ણમંદિર પર થયેલાં આક્રમણની કલ્પનાને રજુ કરે છે અને એ સમયે આ પુસ્તકમાં જે લખાયું છે એવું જ કઈક બન્યું હશે એવું માનવા વાચકને પ્રેરિત કરે છે.

ગઝનીના આક્રમણનું નિશાન સોમનાથનું સુવર્ણમંદિર હતું કે કૃષ્ણની સુવર્ણ દ્વારકા? એને કેવી રીતે સુવર્ણમંદિર અને સુવર્ણદ્વારકા વિષેની માહિતી મળી? આ મંદિર અને નગરીને ગઝનીથી બચાવવા માટે કઈ યોજના બનાવવામાં આવી હતી અને એ યોજના મુજબ ગઝનીને આ આક્રમણમાંથી શું મળ્યું અને તેણે શું ગુમાવ્યું, એ વિષેની રસપ્રદ વાત એટલે આ નવલકથા.


Book Details


Transliteration

  • Title : Udayast : Dwaraka - Somnath
  • Author: Nipesh J Pandya
  • Publication Year : 2018
  • Pages : 372
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Ver Virasat
460.00

Varasyo Meghmalhar
150.00

Rajarshi Kumarpal - Chaulukya Granthavali (14)
225.00

Lohi Nitarato Ugashe Suraj
200.00

Ame Be Baheno
390.00

Samay
250.00

Shwas Vishwas
350.00

Rajipani Ramat
220.00