You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Vishva Manav
લેખક : જીતેશ દોંગા
Author : Jitesh Donga
293.00
325.00 10% off
પુસ્તકનો પરિચય : (પ્રકાશક તરફથી સાભાર) જગતનો સૌથી લાચાર-ગરીબ-અબૂધ-અને ભૂખ્યો-તરસ્યો માણસ જોયો છે? તેની જીંદગી જીવી છે? જીવવી છે? એક ગાંડા બાળકના જીવનને જીવવું છે? આવો જીવીએ ‘વિશ્વમાનવ’ને... આ વાર્તા ચાર સત્ય ઘટનાઓથી પ્રેરણા લઈને રચાયેલી એક જીવનગાથા છે. પોતાનામાં એક અનોખું વિશ્વ છે. આ વાર્તા એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઈ ગયું છે. તમે તેને રોજે જોઈ રહ્યા છો. સુખ-દુઃખ-પીડા-અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર કરતી આ મહાગાથા વાચકને આંખો આપે છે. જીવનને થોડી અલગ નજરથી જોવાનો એક લ્હાવો મળે છે.પાત્રોની જિંદગીઓને જોઇને એક શીખ-હિંમત-અને ખૂમારી મળે છે. અને સૌથી મહત્વની વાત આ વાર્તા તમને માનવ મટીને વિશ્વમાનવ બનાવે છે. વર્ષ ૨૦૧૪માં પ્રકાશિત થયેલી, અને ટૂંક સમયમાં જ યુવાનોઅને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય થઇ ગયેલી આ નવલકથામાં ચાર પ્રકરણ છે. દરેક પ્રકરણ અલગ-અલગ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. લેખકે પુસ્તકના અંતે વાચકોને વાર્તા કઈ રીતે રચાઈતેની વાત કરેલી છે. વાર્તા વાચીને એ ઘટનાઓ જાણશો તો ખુબ મજા પડશે. એક જ પાત્રની આ અભૂતપૂર્વ સફર દરેકે જીવવી રહી. દરેક પ્રકરણમાં મુખ્યપાત્રની ગહનતા, જિંદગી જીવવાની રીત, અને જગતને જોવાની નજર આપ વાચક પણ અનુભૂતિ કરી શકશો. આપના પ્રિયજનોને કે પરિવાર-દોસ્તોને જન્મદિવસ કે લગ્ન-પ્રસંગે ગીફ્ટ આપી શકાય તેવી આ વિશ્વમાનવની ત્રીજી આવૃત્તિ છે. આશા છે કે વાર્તામાં આવતા વિચારો,પાત્રોના જીવન, વિશ્વના રંગો, અને વર્ણનો આપને પણ માનવી તરીકે એક વધુ નવી ઉંચાઈ અર્પશે. લેખક જીતેશ દોંગા વિશે: (પ્રકાશક તરફથી સાભાર) જીતેશ દોંગા (પિતા: કાળુભાઈ દોંગા. માતા: હંસાબેન દોંગા) નો જન્મ ૨૩ ઓગસ્ટ, ૧૯૯૧ના રોજ અમરેલી (ગુજરાત)ના નાનકડા ગામ સરંભડામાં ખેડૂત પરિવારમાં થયો. પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં પૂરું કર્યું. દસ ધોરણ પછી રાજકોટમાં સાયન્સ કર્યું, અને ચાંગા (આણંદ)થી પોતાનું ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. એન્જિનિયરિંગમાં જ તેમણે પોતાની પહેલી નવલકથા વિશ્વમાનવ લખવાની શરુ કરેલી. જે અઢી વર્ષ સુધી લખાતી રહી. એન્જિનિયરિંગ પૂર્ણ કરીને નોકરી સાથે રોજ રાત્રે તેણે વિશ્વમાનવ લખવાનું ચાલુ રાખ્યું. વર્ષ ૨૦૧૪માં ૨૩ વર્ષની ઉંમરે તેમની પહેલી નવલકથા વિશ્વમાનવ પ્રકાશિત થઇ. વિશ્વમાનવ થોડા જ સમયમાં લોકચાહના પામ્યા બાદ ૨૦૧૭માં બીજી નવલકથા નોર્થપોલ પ્રકાશિત થઇ, જે ગુજરાતી સાહિત્યમાં નવો જ વમળ પેદા કરવામાં સફળ રહી. ખાસ કરીને યુવાન ગુજરાતી વાચકોને ગુજરાતી નવલકથાઓ વાચતા કરવામાં સફળ રહી. વાચન, લેખન, ખેતી, એકલા પ્રવાસ, સિનેમા, અને મ્યુઝીક જીતેશનું જીવન છે. તે હંમેશા વાર્તાઓ લખીને જ જીવવા માગે છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders